Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

ઇન્દોરમાં સુમિત્રા મહાજને કહ્યું હું ભાજપ અને મોદીથી નારાજ

લોકસભાના પૂર્વ સ્પીકર અને આઠવાર સંસદ રહેલા સુમિત્રાજીએ રાજ્યપાલની હાજરીમાં વ્યથા ઠાલવી

 

ઇન્દોર : પૂર્વ લોકસભા સ્પીકર અને સતત આઠવાર સાંસદ રહેલા સુમિત્રા મહાજન મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકારના ઉચ્ચ શિક્ષણમંત્રીના ક્ષેત્રમાં આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા હતા દરમિયાન રાજ્યપાલ સમક્ષ વાતવાતમાં તેણીએ પોતાની વ્યથા ઠાલવી હતી

 મધ્યપ્રદેશના ઉચ્ચશિક્ષામંત્રી જીતુ પટવારીએ ઈંદોરના બિજલપુર વિસ્તારમાં એક કાર્યક્રમ રાખેલો જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યપાલ લાલજી ટંડન મોજુદ હતા દરમિયાન મંચ પર ઉપસ્થિત સુમિત્રા મહાજને એવું કહ્યું કે જેનાથી રાજકીય વર્તુળોમાં ચર્ચાસ્પદ બન્યું હતું તાઈએ કહ્યું કે તેણી ભાજપ અને મોદી બંનેથી નારાજ છે 

 રાજ્યપાલ ટંડનની હાજરીમાં તેણીએ કહ્યું કે હું મારી સરકાર વિરુદ્ધ બોલી શકતી નથી કોઈ વાત ઉઠાવવા માટે હું જીતુ પટવારી અને તુલસી સીલાવતને ધીમેથી કહું છું કે તમે કંઈક કરો આગળ હું સંભાળી લઈશ તેની પાછળનું કારણ જણાવતા સુમિત્રા મહાજને કહ્યું કે ઈંદોરના વિકાસમાં હું રુકાવટ કરવા ઇચ્છતી નથી સાથોસાથ તેણીએ એમ પણ કહ્યું કે કોંગ્રેસના કેબિનેટમંત્રી જીતુ પટવારીમાં મારા શિષ્ય બનવાના તમામ ગુણ છે

(10:56 pm IST)
  • જીડીપીના આંકડા મામલે ભાજપના સાંસદ નિશાકાન્ત દુબેએ કહ્યું જીડીપી કોઈ બાઇબલ કે રામાયણ નથી : થોડા વર્ષોમાં જીડીપીની જરૂરિયાત નહિ રહે : નિશાકાન્ત ડૂબેએ જીડીપીની થિયરી પર સવાલ ઉઠાવ્યા : તેઓએ કહ્યું જીડીપીને બદલે સતત આર્થિક વિકાસનું મહત્વ છે access_time 1:17 am IST

  • હૈદરાબાદ ગેંગ રેપ : બળાત્કારીઓને જ્યાં સુધી ફાંસીની સજા નહીં થાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસ કરીશ : દિલ્હી મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતિ માલીવાલનો વડાપ્રધાનને પત્ર access_time 12:29 pm IST

  • અરબી સમુદ્રમાં વાવાઝોડું પવન આકાર લઇ રહ્યું છે,અરબી સમુદ્રમાં રેકર્ડબ્રેક આઠમું વાવઝોડુ સર્જાશે,જોકે ભારતીય સમુદ્રકાંઠે વાવાઝોડાથી કોઈ ભય નથી,અને વાવઝોડુ પવન,સોમાલિયા તરફ આગળ વધશે access_time 8:53 pm IST