Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

લોકરક્ષકની રદ થયેલી પરીક્ષા ૧૬મી ડીસેમ્બરે લેવાનાર હોવાના સોશ્યલ મીડીયાના અહેવાલ ખોટા

ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય દ્વારા 'અકિલા' સાથેની વાતચિતમાં સ્પષ્ટતા

રાજકોટ,તા.૩: લોકરક્ષકોની ભરતીનું પેપર લીક થઈ જતા ભરતી સમીતીના ચેરમેન  દ્વારા જે ભરતી રદ થઈ છે તે ભરતીની પરીક્ષા તા.૧૬ ડીસેમ્બરના સવારે ૯ કલાકે યોજાવાની છે. તેવા સોશ્યલ મીડિયામાં વહેતા થયેલા સમાચાર સત્ય ન હોવાનું જાણવા મળે છે.

આ બાબતે ભરતી બોર્ડના ચેરમેન અને એડીશ્નલ ડીજીપી કક્ષાના વિકાસ સહાયનો સંપર્ક સાધના તેઓએ 'અકિલા' સાથેની વાતચીતમાં સોશ્યલ મીડિયામાં વહેતા થયેલા અહેવાલો ખોટા હોવાનું જણાવ્યું હતુ. હજી સુધી કોઈ તારીખ નકકી કરવામાં ન આવ્યાનું જણાવી આ બાબતે ચર્ચા વિચારણા બાદ નવી તારીખ જાહેર થશે ત્યારે સત્તાવાર રીતે જાણ કરાશે તેમ તેઓએ જણાવ્યુ હતુ.

અંત્રે ઉલ્લેખનીય છે કે લોકરક્ષક પરીક્ષાનું પેપર લીક જાહેર થયાની સર્વપ્રથમ માહીતી વાયરલેસ ડીપાર્ટમેન્ટના એક પોલીસ સબઈન્સ્પેકટર દ્વારા શ્રી વિકાસ સહાયને મળતા જ તેઓ ચોંકી ઉઠયા હતા. ઉકત બાબતે ખરાઈ કરી ઉચ્ચ કક્ષાએ ચર્ચા વિચારણા બાદ લોકરક્ષકની પરીક્ષા રદ કરવાનો તેઓએ નિર્ણય કર્યો હતો.

(5:07 pm IST)