Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

૧૧ ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ : મોદી સરકારને ઘેરવા વિપક્ષનો એજેન્ડા તૈયાર

૧૦ ડિસેમ્બરે યોજાશે અનેક દળોની બેઠક : સત્ર તોફાની બનવાના એંધાણ

નવી દિલ્હી તા. ૩ : ૧૧ ડિસેમ્બરથી શરૂ થઇ રહેલા સંસદના શીતકાલીન સત્રમાં મોદી સરકારને ઘેરવા માટે વિપક્ષ સર્વસ્વીકાર્ય એજન્ડા તૈયાર કરાશે. તેના માટે ૧૦ ડિસેમ્બરના રોજ બેઠક બોલાવામાં આવી છે. તેમાં સરકારને ખેડુત, સીબીઆઇમાં ખેંચતાણ,નોટબંધીથી નુકશાન જેવા મુદ્દા પર ઘેરવાની રણનીતિ બનવામાં આવશે.

બેઠક માટે કોંગ્રેસ, સપા, બસપા, ટીડીપી, એનસીપી, ટીએમસી, પીડીપી, એનસી, રાજદ, જદએસ, ડીએમકે, ભાકપા, માકપા, આમ આદમી પાર્ટી સહિત અન્ય કેટલાક વિપક્ષી દળોએ તેમની સ્વીકૃતિ આપી દીધી છે. ખરેખર, આ સત્રમાં સરકાર અને ભાજપાની રણનીતિ રામ મંદિર નિર્માણ મુદ્દા પર વિપક્ષને ઘેરવાની છે. તેના હેઠળ પક્ષ સાંસદ રાકેશ સિન્હા સહિત કેટલાક અન્ય ભાજપા સંસદ રામ મંદિર નિર્માણ માટે કાયદો બનાવાની સંબંધી પ્રાઇવેટ બિલ રાજયસભામાં રજૂ કરશે.

બીજી બાજુ કોંગ્રેસ સરકાર પર પલટવાર માટે પહેલા દિવસથી જ ખેડૂતોની કથળેલી સ્થિતિને મુદ્દો બનાવા માંગે છે. વામ દળ પણ તેનાથી સહમત છે. જયારે ટીડીપી, રાજદ અને ટીએમસી કથિત રીતે કેન્દ્ર દ્વારા સીબીઆઈના દુરૂપયોગના મુદ્દાએ પર તૂટી પાડવા માંગે છે.

૧૦ ડિસેમ્બરની બેઠકમાં કયાં મુદ્દાને કયાં સદનમાં કયારે ઉઠાવામા આવશે,તેના પર સર્વસંમતિથી બનાવામાં આવશે. સત્રના પહેલા દિવસથી જ પાંચ રાજયોના વિધાનસભા ચૂંટણીના પરિણામો આવશે અને તેની અસર સંસદની કાર્યવાહી અને સરકાર વિપક્ષની રણનીતિ પર પડશે.(૨૧.૧૩)

(11:34 am IST)