Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

ધાર્મિક હેતુ માટે 'જેહાદી સાહિત્ય' રાખવું એ ગુનો નથી :આતંકવાદી કૃત્યો કરવા માટે આવા સાહિત્યનો ઉપયોગ કર્યો હોય તો જ ગુનો બને છે : દિલ્હી કોર્ટે 26 વર્ષીય કાશ્મીરી યુવક મુઝમિલ હસન ભટને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યો :બાકીના 8 આરોપીઓએ ISIS ની વિચારધારા સ્વીકાર્યાની કબૂલાત કરતા ગુનો દાખલ કર્યો

ન્યુદિલ્હી : દિલ્હીની એક અદાલતે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસમાં, એવું માન્યું હતું કે માત્ર "જેહાદી સાહિત્ય", જેમાં "વિશેષ ધાર્મિક ફિલસૂફી" શામેલ છે, તે ગુનો ગણાશે નહીં સિવાય કે આતંકવાદી કૃત્યોને પ્રોત્સાહન આપતી સામગ્રી તેમાં શામેલ હોય.

આ કેસમાં આરોપીઓ કેરળ, કર્ણાટક અને કાશ્મીરના છે. કોર્ટે આ કેસમાં 26 વર્ષીય કાશ્મીરી યુવક મુઝમિલ હસન ભટને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરતા કહ્યું કે, તેણે ક્યારેય ISISનો સભ્ય હોવાનો દાવો કર્યો હોય અથવા પ્રતિબંધિત સંગઠનની પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે તેણે કંઈ કર્યું હોય તેવા કોઈ પુરાવા નથી.

કોર્ટે કહ્યું કે અન્ય આરોપીઓ સામે આરોપો ઘડવા માટે પ્રાથમિક દ્રષ્ટિએ કેસ છે કારણ કે તેઓએ "અત્યંત ઉશ્કેરણીજનક જેહાદી સામગ્રી"નો ઉપયોગ કર્યો હતો અને ISIS ની વિચારધારાને સ્વીકારી હતી. ઇરાદાપૂર્વક, હેતુપૂર્વક અને સક્રિયપણે આવી સામગ્રીનો પ્રસાર કરી રહ્યા હતા, સમાન વિચારધારા ધરાવતા લોકો પાસેથી ટેકો મેળવવા અને "ભોળા મુસ્લિમ યુવાનોને ISIS ની નીતિઓનું પાલન કરવા માટે" લલચાવતા હતા.તેવી કબૂલાત કરી હતી તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:03 pm IST)