Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન પર ફાયરિંગ: અન્ય 4 લોકો થયા ઘાયલ

ફાયરિંગમાં પીટીઆઈના કેટલાય નેતાઓ ઘાયલ: ઇમરાનખાનને પગમાં ગોળી વાગી : આરોપીની ધરપકડ

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર ગોળીબાર થયો છે. ઈમરાન ખાનના કન્ટેનર પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં 4 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જ્યારે તેઓ પાકિસ્તાનના વજીરાબાદમાં પ્રવેશ્યા ત્યારે તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઈમરાન ખાન રેલી કરી રહ્યો છે. તે દરમિયાન તેના પર હુમલો થયો હતો. તેમની પાર્ટી PTI ની રેલી રવિવાર સુધીમાં ઈસ્લામાબાદ પહોંચવાની યોજના છે.

 પીટીઆઈ નેતા અઝહર મશવાનીએ કહ્યું છે કે ઈમરાન ખાન સુરક્ષિત છે જ્યારે ગુનેગારની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ કેટલાક એવા અહેવાલ છે કે ઈમરાન ખાનને પણ ગોળી વાગી છે. ફાયરિંગમાં પીટીઆઈના કેટલાય નેતાઓ ઘાયલ થયા છે

આ ગોળીબારમાં સિંધના પૂર્વ ગવર્નર પણ ઘાયલ થયા છે. સ્થળ પર અફરા-તફરી થઈ ગઈ છે. ફાયરિંગ થતાં જ ઈમરાન ખાનને કારમાં બેસાડવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને ગંભીર ઈજાઓ થઈ છે. ઈમરાન ખાન સતત સરકાર અને સેના પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે 4 થી 5 હુમલાખોરોએ ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાની મીડિયામાં ચાલતા ફૂટેજમાં ઈમરાનને સ્થળ પર હાજર અન્ય લોકોની મદદથી એક કન્ટેનરમાંથી બીજા વાહનમાં લઈ જવામાં આવતો દેખાય છે. જેમાં તેના પગમાં પટ્ટી જોવા મળી રહી છે. ઈમરાન ખાનને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે.

પાર્ટીની રેલીનો આજે 7મો દિવસ છે. પ્રારંભિક યોજના મુજબ, આ સાત દિવસમાં ઈસ્લામાબાદ પહોંચવાનું હતું. આ રેલી 4 નવેમ્બરે ઈસ્લામાબાદ પહોંચવાની હતી, પરંતુ પીટીઆઈના મહાસચિવ અસદ ઉમરે કહ્યું કે હવે કાફલો 11 નવેમ્બરે રાજધાની પહોંચશે. ઈમરાન ખાન દેશમાં વહેલી તકે નવી ચૂંટણીની માંગ કરી રહ્યા છે અને તેઓ તેમની માંગણીઓ સાથે ઈસ્લામાબાદ જઈ રહ્યા છે. આ રેલીનું નેતૃત્વ ઈમરાન ખાન કરી રહ્યો છે.

(6:03 pm IST)