Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા શી જિનપિંગ સતત ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનતા શ્રીમંત ચાઇનીઝ નાગરિકો દેશમાંથી ભાગી રહ્યા છે :શાંઘાઈમાં લક્ઝરી ઘરોની કિંમતમાં 40 ટકા જેટલો ઘટાડો

બેઇજિંગ: ગયા મહિને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (CPC)ની 20મી નેશનલ કોંગ્રેસ બાદ મુખ્ય શેરબજારોમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. આ દરમિયાન ચીનના નેતા શી જિનપિંગે ઐતિહાસિક ત્રીજી મુદત હાંસલ કરી છે.

ફાઇનાન્શિયલ પોસ્ટના અહેવાલ મુજબ, કમ્યુનિસ્ટ પાર્ટીની બેઠક બાદ શીના ફરીથી પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ ચીનના અમીર લોકોએ દેશ છોડીને ભાગવાનું શરૂ કરી દીધું છે.

અહેવાલો કહે છે કે શાંઘાઈમાં લક્ઝરી ઘરોની કિંમત બજાર કિંમતથી લગભગ 40 ટકા ઘટી છે અને કેટલાક લોકો તેને વેચી રહ્યા છે. વિશ્લેષકો કહે છે કે આ દેશની ભાવિ સ્થિતિને લઈને બજારના મૂડનો અરીસો છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાએ ઐતિહાસિક ત્રીજી મુદત જીત્યા બાદ એક સંપૂર્ણપણે નવી ટીમ પસંદ કરી છે જેથી તે રાજકીય પડકારનો સામનો કરે તેવી સંભાવના ઓછી કરી શકાય.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(1:36 pm IST)