Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

કોરોનાના ૧૧૯૦ નવા કેસઃ ૧૩૭૫નાં મોત

ફરી ફુંફાડો માર્યો મહામારીઍ : દેશમાં અત્યાર સુધી ૫,૩૦,૪૫૨ લોકોનાં મોત થયાં છે અત્યાર સુધીમાં ૪,૪૬,૫૫,૮૨૮ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે

નવી દિલ્હી, તા.૨: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૯૦ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૭૫ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં ૨૧૯.૬૬ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૪,૪૬,૫૫,૮૨૮ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. પંજાબમાં મોતના આંકડા સુધરાતાં ૧૩૬૯ ઉમેરાયા હતા અને કેરળમાં બે મોતના આંકડા સુધારવામાં આવ્યા હતા, ઍમ મંત્રાલયે જણાવ્યું હતું. 
દેશમાં અત્યાર સુધી ૫,૩૦,૪૫૨ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૪૧,૦૯,૧૩૩ લોકો માત આપી ચૂક્યા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા ૧૬,૨૪૩ઍ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા ૦.૦૪ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૭૮ ટકાઍ છે, જ્યારે મૃત્યુદર ઘટીને ૧.૧૯ ટકા થયો છે, ઍમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૧,૫૭,૦૯૧ લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી ૯૦.૧૩ કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૧.૫૯ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૧.૦૮ ટકા છે.
દેશમાં અત્યાર સુધીમાં ૨,૧૯,૬૬,૧૬,૧૨૭  લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૧,૨૩,૮૫૯ લોકોને રસી આપવામાં આવી હતી.

 

(12:00 am IST)