Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

દેખાવકારો વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ હરિયાણાના સી એમ મનોહરલાલ ખટ્ટર વિરુદ્ધ દિલ્હી કોર્ટમાં પિટિશન : એડવોકેટ અમિત સાહનીએ દાખલ કરેલા કેસમાં ખટ્ટરને સમન્સ પાઠવવા માંગણી : 18 નવેમ્બરના રોજ સુનાવણી .

ન્યુદિલ્હી : હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર વિરુદ્ધ કથિત રીતે ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર દિલ્હીની કોર્ટ 18 નવેમ્બરે સુનાવણી કરશે.

એડવોકેટ અમિત સાહનીએ દાખલ કરેલી ફરિયાદ કેસમાં ખટ્ટરને સમન્સ પાઠવવા અને સંબંધિત પોલીસ અધિકારીઓને તપાસ હાથ ધરવા નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે.

જ્યારે આ મામલો આજે સ્પેશિયલ જજ સચિન ગુપ્તા સમક્ષ સુનાવણી માટે લિસ્ટ કરવામાં આવ્યો હતો, ત્યારે જજ રજા પર હોવાના કારણે સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે 03-10-2021 ના રોજ ચંદીગઢ ખાતે તેમના નિવાસસ્થાને ભાજપનો કિસાન મોરચાની મિટિંગમાં ઉશ્કેરણી જનક ભાષણ કરવાનો આરોપ છે જેનો વિડિઓ વાઇરલ કરાયો હતો.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

 

(1:20 pm IST)