Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

US ચૂંટણી : જો બાઇડનને પ્રથમ જીત : ડિક્સવિલે નોચમાં તમામ મત તેમના તરફેણમાં પક્ષમાં મળ્યા

અમેરિકામાં મતદાન શરૂ સૌથી પહેલા પૂર્વી રાજ્ય વર્મોટમાં મતદાન

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના દિવસે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડનને એક નાનો વિજય પ્રાપ્ત થયો છે ન્યૂ હેમ્પશાયરના ડિક્સવિલે નોચ વિસ્તારમાં પડેલા પાંચેય મત તેમના પક્ષમાં છે. 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, ત્યાર હિલેરી ક્લિન્ટનને અહીંથી મતો મળ્યા. કેનેડાની સરહદ નજીક ત્યારે આ ટાઉનમાં કુલ આઠ મતદારો હતો.

 અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીઓ ઉપરાંત ફેડરલ અને સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી માટે પણ ચૂંટણીઓ થઇ રહી છે. અમેરિકામાં મતદાન સમયે હિંસાની આશંકા સેવાઈ રહી છે. જેના કારણે વ્હાઇટ હાઉસ, પ્રમુખ વ્યાપારી વિસ્તારો અને બજારોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

વિશ્વના સૌથી મોટા લોકતંત્ર અમેરિકામાં 45મા રાષ્ટ્રપતિની પસંદગી પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. અમેરિકાના ઉત્તર-પૂર્વ રાજ્ય ન્યૂ હેમ્પશાયરમાં પ્રથમ મત પડ્યું. મળતી માહીત મુજબ ન્યૂ હેમ્પશાયરના ડિક્સવિલે નોચ અને મિલ્સફિલ્ડમાં એક મતદાતાએ મત આપ્યો છે. ડિક્સવિલે નોચમાં માત્ર પાંચ મતદાતા છે. તેમાંથી એક મતદાતાએ સૌથી પહેલા પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો. અમેરિકામાં વોટિંગ જારી છે. અત્યાર સુધી મળેલા અપડેટ્સ મુજબ પોસ્ટલ વોટ 100 મિલિયન નજીક પોસ્ટલ મત પડ્યા છે.

અમેરિકામાં મતદાન શરૂ થઇ ગયુ છે. સૌથી પહેલા પૂર્વી રાજ્ય વર્મોટમાં મતદાન શરૂ થયુ હતું.આશરે 10 કરોડ મતદાર પહેલા જ પોતાનો મત નાખી ચુક્યા છે.ડોનાલ્ડ ટ્રમ્પ પુરો પ્રયાસ કરી રહ્યા છે કે તે ફરી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી જાય અને જોર્જ બુશનો ઇતિહાસ દોહરાવે જે 1992ની ચૂંટણીમાં ફરી રાષ્ટ્રપતિ નહતા બની શક્યા.મોટાભાગના ચૂંટણી સર્વેક્ષણ જણાવી રહ્યા છે કે ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડેન આગળ ચાલી રહ્યા છે પરંતુ આ સર્વેક્ષણ એમ પણ જણાવી રહ્યા છે કે સ્વિંગ સ્ટેટમાં બન્ને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર છે.અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવા માટે સ્વિંગ સ્ટેટને જીતવુ જરૂરી હોય છે. આ રાજ્ય તમારૂ નસીબનો અંતિમ નિર્ણય કરે છે.સ્વિંગ સ્ટેટ તે રાજ્યોને કહેવામાં આવે છે જેમના મતદાર પરિણામને બદલતા રહે છે, એટલે ક્યારેક તે ડેમોક્રેટ ઉમેદવારને પસંદ કરે છે તો ક્યારેક રિપબ્લિકનને.

(11:08 pm IST)