Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

ડેરા સચ્ચા સૌદ : હનીપ્રીતને મળી મોટી રાહત: દેશદ્રોહનો ગુનો કોર્ટે પડતો મુક્યો

અન્ય ગુન્હામાં પોલીસ અને કોર્ટ કાર્યવાહી ચાલુ રહેશે

 

નવી દિલ્હી : ડેરા સચ્ચા સૌદાના બાબા ગુરમીત રામ રહીમ સિંહ જે હાલ જેલમાં આજીવન કેદ ભોગવી રહ્યો છે, તેની નજીકની સાથી માનવામાં આવતી હનિપ્રિતને કોર્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. હનિપ્રિત પર રાજ્ય સરકાર દ્વાર દેશદ્વોહની કલમ નીચે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની સામે હનિપ્રિત દ્વારા પોતે મામલે નિર્દોષ હોવાની અને દેશદ્વોહનો ગુનો ખારીઝ કરવાની કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. મામલે જિલ્લા અદાલત પંચકુલાએ ડેરા સચ્ચા સૌદાના ચીફ ગુરમીત રામ રહીમ સિંહના નજીકના સાથી હનીપ્રીત ઇન્સન સામે દેશદ્રોહના આરોપોને રદ કર્યો છે.

કોર્ટ દ્વારા હનીપ્રીત સામે દેશદ્વોહનો આરોપ રદ કરવામાં આવતા હનીપ્રીતને મોટો ફાયદો થવા પામ્યો છે. જો કે હનીપ્રીત સામેનાં બાકીનાં નોંઘવામાં આવેલા ગુનાઓમાં તેની સામેની પોલીસ અને કોર્ટની કાર્યવાહી ચાલું રહેશે.

(10:55 pm IST)