Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

સોનિયા ગાંધીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન: કહ્યું, ઇઝરાયલી સોફ્ટવેયરથી કરાવી છે જાસૂસી

આ કામ ન માત્ર અસંવૈધાનિક છે, પરંતુ શરમજનક પણ છે

 

નવી દિલ્હી : કોંગ્રેસની આંતરિક અધ્યક્ષ સોનિયા ગાંધીએ વ્હોટ્સએપ જાસુસી કાંડ પર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે સોનિયા ગાંધીએ દિલ્હીમાં પાર્ટી નેતાઓની બેઠકમાં કહ્યું કે, મોદી સરકારે ઇઝરાયેલનાં સોફ્ટવેર પેગાસસ દ્વારા બધાની જાસુસી કરાવી છે. સોનિયાએ કહ્યું કે, એવું કરાવવું માત્ર અસંવૈધાનિક નહી પરંતુ શરમજનક છે. દિલ્હીમાં સોનિયા ગાંધીએ પાર્ટી નેતાઓની એક મહત્વની બેઠકમાં કહ્યું કે, ખુલાસો ખુબ ચોકાવનારો છે.

  સોનિયા ગાંધીએ પાર્ટી નેતાઓને સંબોધિત કરતા કહ્યું કે, અનેક મહત્વના મુદ્દા છે જેનાથી તમે પરિચિત છો, જો કે હાલના ચોકાવનારો ખુલાસો છે કે મોદી સરકારે ઇઝરાયેલથી જે પેગાસસ સોફ્ટવેર પ્રાપ્ત કર્યું છે તેના દ્વારા એક્ટિવિસ્ટ, પત્રકાર અને રાજનીતિક વ્યક્તિઓની જાસુસી કરવામાં આવી તેના પર નજર રાખવામાં આવી રહી છે. કામ માત્ર અસંવૈધાનિક છે, પરંતુ શરમજનક પણ છે.

  બેઠકમાં મોદી સરકારની વિરુદ્ધ કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનની તૈયારીઓ અંગે ચર્ચા થઇ. મીટિંગમાં કોંગ્રેસની બેઠકમાં પાર્ટી મહાસચિવ, રાજ્યપ્રભારી, કોંગ્રેસ સાથે જોડાયેલા સંગઠનોના પ્રમુખનો સમાવેશ રહ્યો. કોંગ્રેસ 5 નવેમ્બરથી માંડીને 15 નવેમ્બર સુધી નરેન્દ્ર મોદી સરકારની આર્થિક નીતિનોની વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

(10:46 pm IST)