Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

મસ્‍કતમાં ભારતીય સંસ્‍કૃતિને જીવંત રાખતું ‘‘મસ્‍કત ગુજરાતી સમાજ'': આરતી તથા રંગોળી હરિફાઇનું આયોજન કર્યુઃ ૮૦ ઉપરાંત સ્‍પર્ધકોએ ભાગ લીધોઃ વિજેતાઓને ઇનામો અપાયા

મસ્‍કત ગુજરાતી સમાજ-ઇન્‍ડિયન સોશ્‍યલ કલબ મસ્‍કત દ્વારા આરતી અને રંગોળી હરિફાઇનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

૮૦ થી વધુ લોકોએ આ હરિફાઇમાં ભાગ લીધો હતો. વર્ષોથી ભારતીય સંસ્‍કૃતિને જીવંત રાખવા માટે મસ્‍કત ગુજરાતી સમાજ સતત પ્રયત્‍નો કરે છે. જેથી આપણી સંસ્‍કૃતિના મૂળિયા આવનારી પેઢીમાં જળવાઇ રહે. બાળકો માટેની આરતી સ્‍પર્ધામાં પ્રથમ વિન્‍સી પરમાર, દ્વિતિય નૈષા જોષી, તૃતિય નિશિતા બ્રહ્મભટ્ટ અને રંગોળી હરિફાઇમાં પ્રથમ રૂત્‍વ તલાટી, દ્વિતિય વિન્‍સી પરમાર, તૃતિય શૈલી મોદિ અને શ્વેતા રામન રહ્યા હતા. જયારે વયસ્‍કો માટેનીની આરતી સ્‍પર્ધામાં પ્રથમ પ્રજ્ઞા શાહ, દ્વિતિય ડિમ્‍પલ કાનાબાર અને તૃતિય પ્રિયંકા ગગવાણી અને રંગોળીમાં પ્રથમ મિનલ ભિમાણી, દ્વિતિય દિપાલી મેહત્રે અને તૃતિય ડિમ્‍પલ કાનાબાર રહ્યા હતા.

કાર્યક્રમના મુખ્‍ય સ્‍પોન્‍સર્સ રમણિકલાલ બી.કોઠારી અને સહ સ્‍પોન્‍સર્સ ન્‍યુ ઇન્‍ડિયા એશ્‍યોરન્‍સ, મલબાર ગોલ્‍ડ એન્‍ડ ડાયમંડસ, મજાન ફુડ, નબીલ બિસ્‍કીટ અને ફલેમીંગો ટ્રાવેલ્‍સ રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજની મહિલા પાંખે ખુબજ જહેમત ઉઠાવી હતી.

શ્રીમતી કલાવેદ, શ્રીમતિ પારૂ નેગાંધી, શ્રીમતિ કાજ્‍લ રામૈયા અને શ્રીમતિ સ્‍નેહલ જાનીએ ખુબજ મહેનત કરી હતી.

ખર્યક્રમના જ્જ તરીકે શ્રીમતિ વીજી સતીગઢ અને શ્રીમતિ દિપાલી ઘીવાલા રહ્યા હતા.

ઇનામોનું વિતરણ શ્રી ડાહ્યાભાઇ ચૌહાણ-જનરલ મેનેજર આર બી કોઠારીના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

સમાજ્‍ના પ્રમુખ શ્રી અરવિંદ ટોપરાણી એ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે તમામનો આભાર માન્‍યો હતો. સમાજના સ્‍થાપક અને મહામંત્રી શ્રી ચંદ્રકાન્‍ત વલ્લભદાસ ચોથાણીએ સમગ્ર કાર્યક્રમને સુપેરે પાર પાડવા માટે સમાજની મહિલા પાંખે જે જહેમત ઉઠાવી હતી અને મુકતકંઠે પ્રસંશા કરી હતી અને તમામ દર્શકો, સમાજના સભ્‍યો,સ્‍વયં સેવકો, કમિટિ મેમ્‍બર્સ અને સ્‍પોન્‍સર્સને મીઠો આવકાર આપીને ખૂબ ખૂબ આભાર માન્‍યો હતો, અને તેમના સહયોગને બિરદાવ્‍યો હતો.

છેલ્લા ૪૩ વર્ષોથી મસ્‍કત ગુજરાતી સમાજ મસ્‍કતમાં વસતા તમામે તમામ ગુજરાતીઓને જાણે ગુજરાતમાંજ વસતા હોય એવુ આ મરૂભૂમિ ઉપર અનુભવ કરાવ્‍યો છે. જેનું કારણ શ્રી ચોથાણીએ માત્ર એક જ અનેકતામાં એકતા અને સંપ સહકાર અને સમર્પણની ભાવના ગણાવી હતી. કે જેણે સમાજને ૪૩ વર્ષોથી જકડી રાખ્‍યો છે. તેવું શ્રી ચંદ્રકાંત વલ્લભદાસ ચોથાણીની યાદી જણાવે છે. 

(10:46 pm IST)