Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

પંજાબમાં ઉગ્રવાદ પર ઝડપથી કાર્યવાહી નહી થાય તો મોડુ થઇ જશે: સેના પ્રમુખ જનરલ બિપિન રાવત

બાહ્ય સંબંધોના કારણે રાજ્યમાં ઉગ્રવાદને ફરીથી પેદા કરવાનાં પ્રયાસ

 

નવી દિલ્હી : સેના પ્રમુખ જનર બિપિન રાવતે કહ્યું કે, પંજાબમાં ઉગ્રવાદીઓને પુનર્જીવિત કરવા માટે બાહ્ય સંબંધોના માધ્યમથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જો ઝડપથી કાર્યવાહી નહી કરવામાં આવે તો ઘણુ મોડુ થઇ જશે

  જનરલ રાવતે એમ પણ કહ્યું હતું કે અસમમાં વિદ્રોહને પુનર્જીવિત કરવા માટે બાહ્ય સંબંધો અને બાહ્ય ઉશ્કેરણી દ્વારા ફરીથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેઓ ભારતમાં આંતરિક સુરક્ષાની બદલાઇ રહેલી રુપરેખા, વલણ અને પ્રતિક્રિયાઓ વિષય અંગે આયોજીત એક સેમીનારમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓ, સંરક્ષણ નિષ્ણાંતો, સરકારના પુર્વ  વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસને સંબોધિત કરી રહ્યા હતા
આપણે ખુબ સાવધાન રહેવું પડશે

  જનરલ રાવતે કહ્યું કે, પંજાબ શાંતિપુર્ણ રહ્યું પરંતુ બાહ્ય સંબંધોના કારણે રાજ્યમાં ઉગ્રવાદને ફરીથી પેદા કરવાનાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, આપણે ખુબ સાવધાન રહેવું પડશે.

(10:01 pm IST)