Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

રામમંદિરનું નિર્માણ ડિસેમ્બરથી શરૃઃ લખનૌમાં બનશે મસ્જિદ

રામજન્મ ભૂમિ ન્યાસના અધ્યક્ષ રામ વિલાસ વેદાંતીનો ઘડાકોઃ કોઇ પણ વટ હુકમ વગર મંદિરનું થશે નિર્માણઃ જો કોર્ટનો નિર્ણય મોડો આવશે તો સંસદમાં બિલ જરૂર આવશેઃ રામભકતોનો નિર્ણય.. હવે વિલંબ નહિઃ બાબા રામદેવ

લખનૌ, તા.૩: ૨૦૧૯ની સામાન્ય ચુંટણીની તૈયારી પહેલા અયોધ્યા વિવાદ એક વાર ફરી જોર પકડયું છે રાષ્ટ્રીય સ્વયંસેવા સંઘ અને બીજેપી નેતાઓની નિવેદનબાજી વચ્ચે રામજન્મ ભૂમિ ન્યારાના અધ્યક્ષ રામવિલાસ વેદાંતીએ આ મુદા અંગે મોટું એલાન કરી દીધું છે. અયોધ્યામાં વિવાદસ્પદ સ્થળ અંગે વેદાંતી એ કહ્યું છે કે અહિયા ડિસેમ્બરમાં રામ મંદિરનું નિમાણ શરૂ થશે. જો કે યુપીના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્ય અલગ જ સુરમાં વાત કરતા નજરે આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે સુપ્રીમમાં અયોધ્યા વિવાદની સુનાવણી મળ્યા બાદ મુદા પર રાજનીતી તેજ બની છે. સંધ પ્રમુખે થોડાક દિવસ પહેલા મોદી સરકારને રામમંદિર પર અધ્યાદેશ પણ વિચાર કરવા કહ્યું હતું. જો કે સંધ સ્પષ્ટ કરી દીધું છે કે તે સરકાર પર છે કે શું નીર્ણય લે છે પરંતુ જરૂર પડવા પર ૧૯૯૨ જેવું આંદોલન પણ કરવાની વાત કહેવામાં આવી છે. બીજુબાજુ યુપી સીએમયોગી આદિત્યનાથે પણ નિવેદન આવ્યું છે કે અયોધ્ય પર દિવાળી સુધીમાં ખુશબબરી આપશે માનવામા આવી રહ્યું છે કે સરખુ તટ પર રામની ભવ્ય મૂર્તિ બનાવાનું એલાન કરશે. આ પહેલા સંઘ વિચારક અતે રાજયસભા સાંસદ રાકેશ સિન્હા પણ ખાનગીબીલની વાત કહી ચુકયા છે.

એકબાજુ બીજેવીના પૂર્વ સાંસદ વેદાંતી રામમંદિર પર એલાન કરી રહ્યા છે. બીજીબાજુ યુપીના ડેપ્યુટી સીએમ કેશવ અલગ વાત જ કરી રહ્યા છે.

સુપ્રીમકોર્ટ આયોધ્યા મામલેની સુનાવણીની ટાળી તે અંગે તમામ પ્રકારની નિવેદનબાજી શરૂ થઇ ગઇ સરકાર પર ફરી દબાણ દબાવીને સંઘે અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે ૧૯૯૨ની જેમ એક નવું જન આંદોલન શરૂ કરવાના સંકેત આપ્યા.

બીજુબાજુ રામમંદિરના મુદા પર રામદેવે કહ્યું, જો કોર્ટના નિર્ણયમાં મોડું થયું તો સંસદમાં તેનું બીલ આપશે. આવવું જ જોઇએ રામ જન્મભૂમિ પર રામમંદિર નિર્માણ નહી થાયતો કયું મંદિર બનશે. સંતો/રામભકતોએ સંકલ્પ લીધો હવે રામમંદિરમાં મોડું થશે નહિ. તેમ લાગે છે કે આ વર્ષ શુભ સમાચાર દેશને મળશે.(૨૨.૧૭)

 

(3:13 pm IST)