Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

મહારાષ્ટ્રઃ ૧૪ માનવીઓનું ભક્ષણ કરનાર વાઘણ અવનિને આખરે ઠાર કરાઇ

મુંબઇ તા.૩: મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના પાંઢરકવડા જંગલ વિસ્તારમાં માનવભક્ષી વાઘણ અવની (ટી૧)ને ગઇકાલે રાતે ઠાર મારવામાં આવી છે. એણે ૧૪ માનવીઓનું ભક્ષણ કર્યું હોવાનું મનાય છે.

અવનિ વાઘણ માનવીનું ભક્ષણ કરીને પાછી જંગલમાં ભાગી જતી હતી. છેલ્લા એક વર્ષથી એનો ત્રાસ હતો. આખરે એને ઠાર કરવા માટે મહારાષ્ટ્રના વન વિભાગે અસગર અલી નામના એક નિષ્ણાંત શૂટરને રોકયો હતો. એણે રાલેગાંવ ફોરેસ્ટ રેન્જમાં વાઘણને ઠાર મારી હતી.

મહારાષ્ટ્ર વનવિભાગે વાઘણ અવનિ સામે શૂટ-એટ-સાઇટનો ઓર્ડર જારી કર્યો હતો. ગઇ ૧૬ ઓકટોબરે મુંબઇ હાઇકોર્ટની નાગપુર બેન્ચે વન વિભાગ પાસે જવાબ માગ્યો હતો.(૧.૨)

 

(10:14 am IST)