Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

કોંગ્રેસના સર્વેમાં મોદી લોકપ્રિય, અત્યંત નજીક છે રાહુલ ગાંધી

નવી દિલ્હી તા. ૩: કોંગ્રેસ તરફથી કરવામાં આવેલા સર્વેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૌથી લોકપ્રિય ઉમેદવાર બન્યાં છે. જોકે, પાછલા કેટલાક મહિનામાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકપ્રિયતા પણ ખૂબ જ ઝડપથી વધી છે. સૂત્રોના જણાવ્યાનુસાર દેશમાં ચાલી રહેલા રાજનૈતિક વાતાવરણને જાણવા માટે કોંગ્રેસે એક ષ્વતંત્ર એજન્સી પાસે સર્વે કરાવ્યો હતો. પાર્ટીમાં આવેલા પરિણામો પરથી ચૂંટણી પહેલા કોંગ્રેસ રણનીતિ ઘડશે. પાર્ટીના સૂત્રો અનુસાર સર્વેથી એ બાબત જાણવી જરૂરી હતી કે જનતા સામે સૌથી મોટો મુદ્દો શું છે.

જાણકારી અનુસાર, કોંગ્રેસના આ સર્વેમાં પીએમ પદ માટે નરેન્દ્ર મોદી ૪૯ ટકા લોકોની પહેલી પસંદ છે અને રાહુલ ગાંધી ૪૩ ટકા લોકોની પસંદ હતો. આ સર્વેમાં પીએમ મોદીની ત્રણ સૌથી સફળ યોજનાઓના નામ જણાવવાનું કહ્યું હતું. લોકોએ ષ્વચ્છ ભારત યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના અને ઉજ્જવલા યોજનાનું નામ લીધું હતું.

જયાં સુધી સૌથી મોટી નિષ્ફળતાની વાત છે તો લોકોએ નોટબંધી, મોંઘવારી, બેરોજગારીને મોદી સરકારની સૌથી મોટી નિષ્ફળતા જણાવી છે. ખેડૂતોના હિતને અવગણવાનો પણ આરોપ સર્વેમાં લાગ્યો છે. કોંગ્રેસનો દાવો છે કે આ સર્વેમાં મોટાભાગના લોકોએ કહ્યું છે કે મોદી સરકાર પોતાના સાડા ચાર વર્ષના શાસનકાળમાં આશા અનુસાર કામ કરવામાં નિષ્ફળ રહી છે.

કોંગ્રેસના સર્વેમાં બેરોજગારી મોદી સરકારની સૌથી મોટી નિષ્ફળતા રહી છે એવું સામે આવ્યા પછી ચૂંટણીમાં આ જ મુદ્દાને લઈને આગળ વધવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યાનુસાર કોંગ્રેસ નોકરીને ચૂંટણીમાં મુદ્દો બનાવવાથી લઈને અલગ ઘોષણાપત્ર પણ જાહેર કરી શકે છે આ જ સર્વેમાં એ વાત પણ સામે આવી હતી કે દિલ્હીમાં શીલા દીક્ષિત સીએમ પદની સૌથી મોટી ઉમેદવાર છે. જયારે અરવિંદ કેજરીવાલ નંબર બે અને મનિષ સિસોદિયા નંબર ત્રણ પર છે. આ પછી શીલા દીક્ષિતને દિલ્હીમાં કોંગ્રેસની કમાન આપવાની વાત ઉઠી છે. જેના પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અંતિમ નિર્ણય લેશે.

(10:12 am IST)