Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

ડોનાલ્ડ ટ્રમ્પ માટે આગામી 48 કલાક કટોકટીભર્યા રહેશે: પૂરક ઓક્સિજન અપાયું

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને શુક્રવારે કોરોનાની સારવાર માટે દાખલ થવા વ્હાઇટ હાઉસથી રવાના થયા તે સમયની તસ્વીર..  ટ્રમ્પના ડોકટરે રાષ્ટ્રપતિના સ્વાસ્થ્યનું  ગુલાબી ચિત્ર દોર્યું હતું અને કહેલ કે તેઓ કોરોનાવાયરસ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે.  પરંતુ ત્યારબાદ તરત જ ટ્રમ્પની સ્થિતિથી પરિચિત વ્યક્તિ દ્વારા કહેવાયું  હતું કે રાષ્ટ્રપતિને વ્હાઇટ હાઉસ ખાતે શુક્રવારે વધારાનો(સપ્લીમેન્ટરી) ઓક્સિજન આપવામાં આવેલ. ટોચની સમાચાર એજન્સીના પ્રસિદ્ધ અહેવાલો મુજબ ટ્રમ્પના ચીફ ઓફ સ્ટાફ માર્ક મેડોઝે જણાવ્યું હતું કે શુક્રવારે ટ્રમ્પએ  ચિંતાજનક સમય  પસાર કર્યો હતો અને આગામી 48 કલાક તેમની સંભાળની બાબતમાં ક્રિટીકલ રહેશે.

(12:40 am IST)