Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

હોસ્‍પિટલ ચલાવતા ઓર્થોપેડિક સર્જન અનુપ કૃષ્‍ણા એ એક બાળકીનું સર્જરીમાં મોત થતા સોશ્‍યલ મીડીયામાં થઇ રહેલ કોમેન્‍ટના લીધે આત્‍મહત્‍યા કરી : આત્‍મહત્‍યા પૂર્વ બાથરૂમની દિવાલ પર લખ્‍યુ સોરીઃ કેરલાના કોલ્‍વમની ઘટના : પોલીસે તપાસ હાથ ધરી

હોસ્પિટલ ચલાવતા ઓર્થોપેડીક સર્જન અનુપ કૃષ્ણાએ એક બાળકીનું સર્જરીમાં મોત થતા સોશ્યલ મીડીયામાં થઇ રહેલ કોમેન્ટના લીધે આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પૂર્વે ડોકટરે બાથરૂમની દિવાલ પર લખ્યુ હતું સોરી કેરાલાના કોલ્વમની ઘટના છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો જોઇએ તો  એવુ કહેવાઈ રહ્યુ છે કે, થોડા દિવસ પહેલા સાત વર્ષની બાળકીની તેઓ સર્જરી કરી રહ્યા હતા. તે દરમિયાન મોત નિપજ્યું હતું. ડોક્ટરોની ટીમનું કહેવું હતું કે, બાળકીને ઓપરેશન દરમિયાન જ હૃદરય રોગનો હુમલો આવ્યો હતો અને તેનું મોત થયું હતું.

બાળકીના પરિવારજનોએ ડોક્ટર સામે બેદરકારીનો કેસ પણ કર્યો છે.

જોકે પોલીસ કહે છે કે, આ સર્જરી સાથે ડોક્ટરની આત્મહત્યાને જોડવાનું હાલના તબક્કે ઉતાવળ હશે. ડોક્ટરને ધમકીઓ મળી રહી હતી કે કેમ તેની તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા ડોક્ટર સામે લાપરવાહીના આરોપની તપાસ  માટે પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી હતી અને એ દરમિયાન સોશ્યલ મીડિયા પર ડોક્ટર સામે થઈ રહેલી આપત્તિજનક પોસ્ટના કારણે અનૂપ કૃષ્ણા પરેશાન થઈ ગયા હતા. જેના કારણે તે્મણે આપઘાત કર્યો હોવાની અટકળો થઈ રહી છે.

(12:19 am IST)