Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

કોરોના સંક્રમણથી સ્વસ્થ્ય થયેલ દર્દીઓની સંખ્યામાં ભારત વિશ્વમાં મોખરે : કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલયનો દાવો

દુનિયાના કુલ કેસ પૈકી 18.6 ટકા કેસ અને સૌથી ઓછા મૃત્યુદર ધરાવતા દેશમાં ભારતનું સ્થાન

નવી દિલ્હી : દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ભારતમાં કોરોનાથી મોતનો આંકડો વધીને એક લાખને પાર પહોંચી ગયો છે. આ વચ્ચે કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે, ભારત કોરોના સંક્રમણથી સ્વસ્થ્ય થયેલા દર્દીઓની સંખ્યા મુદ્દે વિશ્વમાં સૌથી મોખરાનું સ્થાન ટકાવી રાખવામાં સફળ રહ્યુ છે અને વિશ્વભરમાં મહામારીથી ઉભરેલા દર્દીઓમાં 21 ટકા દર્દીઓ ભારતમાં છે.

 

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે, કોરોના મહામારીથી દુનિયાના કુલ કેસ પૈકી 18.6 ટકા કેસ ભારતમાં છે અને સૌથી ઓછા મૃત્યુદર ધરાવતા દેશોમાં પણ ભારત સામેલ છે. વિશ્વસ્તરે CFR 2.97 ટકા છે અને ભારતમાં આ પ્રમાણ 1.56 ટકા છે. મંત્રાલયે દાવો કર્યો હતો કે, ભારત એ દેશોમાં સામેલ છે જ્યાં 10 લાખની વસતીએ કોરોના સંક્રમણથી થતી મૃત્યુનું પ્રમાણ સૌથી ઓછુ 73 છે, જ્યારે વૈશ્વિક સ્તરે દર 10 લાખની વસતીએ મૃત્યુઆંક 130 છે

(11:46 pm IST)