Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

બિહારમાં મહાગઠબંધનામાં ભડકો : વિકાસ ઇન્સાન પાર્ટીએ છેડો ફાડ્યો : તેજસ્વી યાદવ મુર્દાબાદના નારા

ટિકિટ વહેંચણી મુદ્દે નારાજ સહાની ચાલુ પ્રેસ કોન્ફ્રન્સમાં ઉભા થઈને ચાલ્યા ગયા : એનડીએ સાથે હાથ મિલાવે તેવી શકયતા

પટના :બિહાર વિધાનસભાની ચૂંટણી માટે મહાગઠબંધનમાં બેઠકો વહેંચવામાં આવી તે સમયે જ્યારે પટણામાં મહાગઠબંધનની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ત્યારે હંગામો પણ જોવા મળ્યો હતો મહાગઠબંધનનો ભાગ વિકાસ ઇન્સાન પાર્ટી (VIP) ના ચીફ મુકેશ સહનીએ પ્રેસ કોન્ફરન્સનો બહિષ્કાર કર્યો હતો. આ દરમિયાન તેજસ્વી યાદવ મુર્દાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા.

હકીકતમાં, મુકેશ સહનીએ 25 બેઠકો અને ડેપ્યુટી સીએમ પદ માટે માંગ કરી હતી. પરંતુ આરજેડી તેના ક્વોટામાંથી મુકેશ સહનીની પાર્ટીને બેઠકો આપશે. આ સાથે જ મુકેશ સહનીએ મહાગઠબંધનથી છૂટા પડવાની જાહેરાત કરી છે અને તે NDAમાં જોડાઈ શકે છે. મુકેશ સહનીએ કહ્યું કે જે આપણી સાથે થઈ રહ્યું છે તે બરાબર નથી. હું આ ગઠબંધનમાંથી બહાર નીકળી રહ્યો છું અને આવતીકાલે મીડિયાને સંબોધન કરીશ.

(11:23 pm IST)