Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

હાથરસ પીડિતાના પરિવાર સાથે મુલાકાત પછી પ્રિયંકા ગાંધીનો પડકાર :કહ્યું - જ્યાં અન્યાય થશે, અમે જઈશું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પીડિતાના પરિવારને એક કલાક મળ્યા

હાથરસ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પીડિતાના પરિવારને મળવા માટે ઉત્તર પ્રદેશના હાથરસ પહોંચ્યા હતા. બંનેએ લગભગ એક કલાક પીડિતાના પરિવાર સાથે વાત કરી હતી.

 મુલાકાત પછી પ્રિયંકા ગાંધી વાડ઼્એ કહ્યું હતું કે પરિવાર અંતિમ સમયે પોતાની પુત્રીનો ચહેરો પણ જોઈ શક્યો ન હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાની જવાબદારીનો અંદાજ હોવો જોઈએ. પીડિતાના પરિવારને જ્યાં સુધી ન્યાય ના મળી જાય ત્યાં સુધી અમારી લડાઇ યથાવત્ રહેશે. જ્યાં જ્યાં અન્યાય થશે અમે ત્યાં જઈશું. ઘટનાસ્થળે મીડિયા અને સુરક્ષાકર્મીઓ સિવાય સ્થાનીય લોકોની ઘણી ભીડ હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દુખની પરિસ્થિતિમાં તે પીડિત પરિવારની સાથે છે. એક બંધ રૂમમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી હતી.

(9:42 pm IST)