Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

હાથરસ મામલે દેશભરમાં ભારે આક્રોશ બાદ આખરે યોગીનો CBIને તપાસ સોંપવા આદેશ

ઉત્તરપ્રદેશના મુંખ્યમંત્રી યોગી આદિત્યનાથે દલિત મહિલા ઉપર થયેલ સવર્ણો દ્વારા થયેલા બળાત્કાર મુદ્દે CBIને તપાસ સોંપવાનો આદેશ આપ્યો છે.

 ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ અને પ્રિયંકા ગાંધીએ આજે પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. તેઓએ ખાતરી આપી હતી કે તેઓ ન્યાય માટે લડશે. આ પહેલા ગઈ કાલે હાથરસમાં પ્રવેશ કરતી વખતે કોંગ્રેસ નેતાઓની પોલીસે અટકાયત કરી હતી.

UPના હાથરસ પાસેના ગામમાં ૧૪ સપ્ટેમ્બરે અનુસૂચિત જાતિની એક યુવતી ખેતરમાં ઘાસ કાપી રહી હતી ત્યારે ચાર હવસખોરોએ પાછળથી આવીને તેનું મોં દબાવી દીધું ને પછી દુપટ્ટાથી મોં બાંધી દઈ તેને ઢસડીને દૂર લઈ ગયા. આ હેવાનોએ એક પછી એક બળાત્કાર ગુજાર્યો ને એવા અત્યાચાર ગુજાર્યા કે તેની કરોડરજ્જુ તૂટી ગઈ હતી તથા ગળા પાસે સંખ્યાબંધ ફ્રેક્ચર થઈ ગયાં હતાં. હેવાનોને આ અત્યાચારોથી સંતોષ ના થયો એટલે છોકરીની જીભ પણ કાપી નાખી હતી.

 

(9:39 pm IST)