Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

અનુષ્કા શર્માએ હાથરસ ગેંગ રેપની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટમાં જણાવેલ કે દીકરાને વિશેષાધિકાર કે પતિષ્ઠા ન સમજો દીકરાનો ઉછેર એવી રીતે કરો કે છોકરીઓનું સન્માન કરે

મુંબઈઃ અભિનેત્રી અનુષ્કા શર્માએ હાથરસ ની ગેંગ રેપની ઘટના અંગે ચિંતા વ્યક્ત  વ્યક્ત કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર એક લાંબી પોસ્ટમાં જણાવેલ કે દિકરાને વિશેષાધિકાર કે પ્રતિષ્ઠા ન સમજો દિકરાનો ઉછેર એવી રીતે કરો કે છોકરીઓનું સન્માન કરે એ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખી પોતાની ચિંતા વ્યક્ત કરી છે. આ પોસ્ટ પણ હવે ચર્ચાસ્પદ બની છે.અનુષ્કા શર્માએ મહિલાઓની સુરક્ષા અંગે લાંબી પોસ્ટમાં લખી છે. સાથે પોતના આવનારા બાળકના જેન્ડર વિશે પણ પોતોનો મત રજૂ કર્યો છે. એનુષ્કાએ બહુ દિલેરીથી લખ્યું છે કે,“દિકરો હોવાને સમાજનો વિશેષાધિકાર કે પ્રતિષ્ઠા સમજવું ખોટું છે. બેશક દિકરી થવાથી વધુ માન-સન્માન કોઇનામાં નથી. પરંતુ સત્ય એ છે કે આ કથિત વિશેષાધિકારને ખોટી રીતે અને જુનવાણી વિચારસરણીથી જોવામાં આવ્યું છે.

         જે ચીજમાં વિશેષાધિકાર છે. તે એમાં છે કે તમે દિકરાનો યોગ્ય ઉછેર કરો કે તે છોકરીઓનું સન્માન કરે. સમાજ પ્રત્યે માતા-પિતા હોવાના નાતે આ તમારી જવાબદારી છે. તેને વિશેષાધિકાર ન સમજો.”છોકરાનો યોગ્ય ઉછેર માબાપની સામાજિક જવાબદારીઃ અનુષ્કા શર્માએ એ લખ્યું કે,બાળકનું જેન્ડર (જાતિ) તમને વિશેષાધિકાર નથી આપતું કે તેમને પ્રતિષ્ઠિત નથી બનાવતું. પરંતુ વાસ્તવમાં એ તમારી સમાજ પ્રત્યે જવાબદારી છે કે તમે તમારા દિકરાનો ઉછેર એવી રીતે કરો કે એક મહિલા અહીં પોતાને સુરક્ષિત મહેસુસ કરે.”

         અનુષ્કા શર્માએ અગાઉ હાથરસ પછીની યુપીની જ બુલંદશહેરની રેપની ઘટના અંગે પણ પોતાનો ગુસ્સો જાહેર કર્યો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખી હતી કે,“હમણા થોડો સમય જ વીત્યો હતો અને હવે ફરી આપણે વધુ એક હૃદય હચમાચાવી દેનારા રેપ અંગે સાંભળી રહ્યા છીએ. કોણ છે એ રાક્ષસ જે માસૂમની જીંદગી તબાહ કરવા માટે વિચારે છે.”પ્રથમ અનુષ્કા શર્મા અને  વિરાટ કોહલી પોતાના પ્રથમ બાળકના સ્વાગતની તૈયારી કરી રહ્યા છે. પ્રેગનન્સીના આ તબક્કામાં અનુષ્કા હાલ દુબઇમાં પોતા ક્રિકેટર પતિ વિરાટ કોહલી સાથે છે. તાજેતરમાં જ અનુષ્કાએ ગાવસ્કરને પણ વાંધાજનક ટિપ્પણી બદલ જોરદાર જવાબ આપ્યો હતો.

(8:32 pm IST)