Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

બેંકના લોકરમાં રાખેલુ સોનુ પણ સુરક્ષિત નથી ! આરબીઆઇના દિશા નિર્દેશ મુજબ કોઇ દુર્ઘટના થવા પર લોકરમાં રાખેલી કિંમતી વસ્‍તુઓની ભરપાઇ કરવાની જવાબદારી બેંકની બનતી નથી

નવી દિલ્હી: જૂના જમાનામાં જ ગોલ્ડ એક સુરક્ષિત રોકાણ દ્વારા ગણવામાં આવે છે. આજે પણ ભારતમાં ગોલ્ડને લઇને એક ઇમોશનલ સંબંધ છે. પરંતુ ઘરમાં સોનું રાખવું ખતરાથી ખાલી પણ નથી, કારણ કે તેનું તે ચોરી થવાનો, ખોવાઇ જવાનો ડર લાગે છે, તો તેના માટે કેટલાક લોકો ગોલ્ડને લોકરમાં રાખે છે. ઘણી બેન્ક્સ લોકરની સુવિધા આપે છે. જો તમે પણ એમ વિચારી રહ્યા છો તો પહેલાં તેની જાણાકરી લેવી ખૂબ જરૂરી છે. 

શું લોકરમાં કિંમતી વસ્તુઓ સુરક્ષિત છે?

જો તમે બેન્ક લોકરમાં ગોલ્ડ જ્વેલરી અથવા કેટલીક જરૂરી વસ્તુઓ એમ વિચારીને રાખી છે કે તે ત્યાં સંપૂર્ણ રીતે સુરક્ષિત છે, તો તમારી જાણકારી માટે જણાવી દઇએ કે બેન્કમાં ચોરી, આગ અથવા બીજા કોઇ કારણસર લોકરમાં રાખેલા સામાનને નુકસાન પહોંચે છે તો બેન્ક તેની જવાબદારી લેતી નથી.

લોકર્સ પર RBI ના દિશા-નિર્દેશ

લોકરમાં રાખવામાં આવેલું સોનું અથવા કોઇ કિંમત વસ્તુ કેટલી સુરક્ષિત છે, તેના પર વર્ષ 2017માં રિઝર્વ બેન્કની ગાઇડલાઇન્સ પર ધ્યાન આપો. જેના અનુસાર 'બેન્કોની આ કોઇ જવાબદ બનતી નથી કે કોઇ દુર્ઘટના થવા પર તે લોકરમાં રાખેલી કિંમતી વસ્તુઓની ભરપાઇ ગ્રાહકોને કરે.'

એટલે કે જો કોઇપણ પ્રકારની દુર્ઘટના બેંકમાં થાય છે જેમ કે બેન્કમાં લૂંટ, આગ લાગવી, કોઇપણ પ્રકારની કુદરતી આફત, યુદ્ધની સ્થિતિમાં બેન્ક પોતાના કસ્ટમર્સને ભરપાઇ કરી શકશે નહી. આમ એટલા માટે બેન્કના લોકરમાં એગ્રીમેન્ટમાં ચૂકવણી વિશે કોઇ રકમનો ઉલ્લેખન નથી. તમામ જવાબદારી ગ્રાહકની હોય છે કે તે પોતાનો કિંમતી સામાનનો ઇન્શ્યોરન્સ કરાવ્યો છે.

ગોલ્ડ જ્વેલરીનો વિમો કરાવો

બેન્ક જ્યારે લોકરમાં કોઇપણ પ્રકારની ચોરી, લૂંટથી થયેલા નુકસાનની જવાબદારી લેતું નથી પરંતુ એ ખૂબ જરૂરી છે કે તમે તમારા લોકર અથવા ઘરમાં રાખેલા સોના-ચાંદીનો વિમો કરાવી દો. સારી વાત એ છે કે ગોલ્ડ જ્વેલરીનો વિમો કરાવતાં અલગથી બેન્ક લોકર રાખવાની જરૂર નથી.

ગોલ્ડ વીમા કરવનો ખર્ચ

બેન્ક લોકરમાં રાખવામાં આવેલા ઇંશ્યોરન્સ પ્રીમિયમ એ વાત પર નિર્ભર કરે છે કે તમારી પાસે કેટલી રકમના સોનાનો વિમો કરાવ્યો છે. સામાન્ય રીતે વાર્ષિક ન્યૂનતમ 300 રૂપિયાથી માંડીને 2,500 રૂપિયા સુધીનું પ્રિમિયમ આવે છે.

કોણ આપે છે ગોલ્ડ ઇંશ્યોરન્સ

બેન્ક લોકર વિમો આપે છે, પરંતુ કેટલીક ખાનગી કંપનીઓ ગોલ્ડ ઇંશ્યોરન્સ પોલિસી આપે છે. જેમ કે Tata AIG, IFFCO TOKIO, ICICI Lombard, Future Generali જેમકે કેટલી ઇંશોરન્સ કંપનીઓ ગોલ્ડ ઇંશ્યોરન્સ પોલિસી આપે છે. કેટલીક ઇંશ્યોરન્સ કંપનીઓ લોકર પ્રોટેક્શન પોલિસીની સુવિધા આપે છે. જેના દ્વારા ગ્રાહકોને બેન્કમાં આગ લાગવા પર, ચોરી થવા પર , કુદરતી આફત, આતંકવાદી હુમલો અથવા પછી કોઇપણ પ્રકારના બેન્ક કર્ચારી દ્વારા છેતરપિંડી થતાં ગોલ્ડ સુરક્ષા આપે છે. ગોલ્ડ ઇંશ્યોરન્સ પોલિસી દ્વારા બે લાખ રૂપિયાથી માંડીને 40 લાખ રૂપિયા સુધીની રકમ કવર મળે છે. અકસ્માત બાદ 340 દિવસની અંદર કેસ ઉકેલવામાં આવે છે.

(4:44 pm IST)