Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

જીવનમાં એકલતા અનુભવતા યુવકે સોશ્‍યલ મીડિયામાં ગર્લફ્રેન્‍ડ શોધવા પોતે ફ્રિ અને સારી સ્‍થિતિં રહેતો હોવાનું જાહેર કર્યું: મેસેજ બોક્‍સમાં થયો શૂભેચ્‍છાઓનો ઢગલો

નવી દિલ્હી: જીવનમાં પ્રેમ મેળવવા માટે માણસ કંઇ પણ કરવા તૈયાર થઈ જાય છે. વિવિધ ડેટિંગ એપ્સ અને ઓનલાઇન પ્રેમની શોધ કર્યા બાદ પણ જ્યારે જીવનમાં એકલતા અનુભવતો હોય છે ત્યારે 30 વર્ષિય એક શખ્સે એક ખુબજ અનોખી રીત શોધી કાઢી.

પ્રેમની આવી શોધ

ફેસબુક પર તમને વિવિધ પ્રકારની જાહેરાતો જોવા મળે છે. આજ-કાલ સોશિયલ મીડિયા સાઈટ ફેસબુકના માધ્યમથી પોતાના બિઝનેસમાં વધારો કરવા પર ઘણો ભાર મૂકી રહ્યું છે. આવી સ્થિતિમાં, આ વ્યક્તિએ ગર્લફ્રેન્ડ શોધવા માટે ફેસબુક પર પોતાને વેચી દીધો! 30 વર્ષીય એલન ક્લેટોન લગભગ એક દાયકાથી પોતાને સિંગલ તરીકે વર્ણવે છે. આ જાહેરાતમાં તેણે પોતાને 'ફ્રી' અને સારી સ્થિતિમાં હોવાનું જણાવ્યું છે. આ જાહેરાતથી, તેના ઇનબોક્સમાં મેસેજનો ઢગલો થઈ રહ્યો છે અને દરેક જણ તેને ગુડ લકના મેસેજની ગુડ મેચ પણ જણાવી રહ્યાં છે.

ડેટિંગનું નવું ફોર્મેટ

એલનની જાહેરાત નીચે મુજબ છે: 'હેલો લેડિઝ. હું એલન છું. હું 30 વર્ષનો છું. હું વાત કરવા માટે એક સારી સ્ત્રીની શોધ કરી રહ્યો છું, કદાચ તેનાથી પણ વધુ, મારે ઘણા લગ્નમાં જવું છે અને હું એકલા જવા માંગતો નથી. મેં ડેટિંગ સાઇટ્સ પર પ્રયત્ન કર્યો પણ મારું નસીબ કામ આવ્યું નહીં અને તેથી હવે મેં અહીં પોસ્ટ કરી છે. ક્લેટોને આ પોસ્ટ સાથે તેની ઘણી તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે.

એક ડેટનો હતો સહારો

કેટરિંગમાં લોરી ચલાવનાર એલન ક્લેટોન અત્યાર સુધીમાં એકવાર ડેટ પર ગયો છે, પરંતુ તે સુખદ રહી નહીં. જો કે, તે એકદમ આશાવાદી છે કે તેને જલદી જ તેના જીવનનો પ્રેમ મળશે. તે કહે છે કે, તે શાળા જીવનથી જ કોઈ સંબંધમાં નથી અને હવે જલદી લગ્ન કરીને સેટલ થવા ઇચ્છે છે. તેના મિત્રો સેટલ થતાં જોઈને, તે પોતે પણ ગૃહસ્થ જીવનના સપના જોઇ રહ્યો છે.

(4:43 pm IST)