Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

પીડિતા પરિવારનો આક્ષેપ

DMએ કહ્યું હતું કે દીકરીનો ચહેરો જોયો હોત તો ૧૦ દિવસ સુધી ખાવાનું ખાઇ શકયા ન્હોત

લખનૌ, તા.૩: હાથરસના વહીવટી તંત્રએ આખરે મીડિયાને પીડિતના પરિવારને મળવાની મંજૂરી આપી દીધી છે. આવામાં એવી માહિતી સામે આવી રહી છે જેમાં DM દ્વારા પીડિતના પરિવારને ધમકી તથા કેટલીક એવી વાતો કહેવામાં આવી હતી જે ચોંકાવનારી છે. પીડિતાની ભાભીએ દ્યણા ઘટસ્ફોટ કર્યા છે. તેમણે કહ્યું છે કે SITના ટીમ બીજે દિવસે તેમના ઘરે આવી હતી અને પૂછપરછ કરી હતી.

હાથરસ દુષ્કર્મની પીડિતાના પરિવારે કહ્યું છે કે, જિલ્લા DMએ તેમની સાથે અભદ્ર વાત કરી હતી. તેમણે કહ્યું, ઙ્કડીએમે કહ્યું કે જો તમારી પુત્રી કોરોનાથી મરી ગઈ હોત, તો તમને વળતર મળ્યું હોત?ઙ્ખ પીડિતાના પરિવારે જણાવ્યું કે SIT પણ મળેલી છે અને તેમને વિશ્વાસ નથી.

પીડિતાની માતા અને ભાભી બંનેની માંગ છે કે તેમને ન્યાય મળવો જોઈએ. પીડિતાની માતાએ કહ્યું છે કે તે છેલ્લી ક્ષણે પોતાની પુત્રીને માટી પણ ન આપી શકી. તેનો ચહેરો પણ જોઈ શકયાં નહીં. પીડિતાની ભાભીએ તો એમ પણ કહ્યું કે તે દિવસે તેની નણંદના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ન હતા. પોલીસે કોના અંતિમ સંસ્કાર કર્યા તે અમને ખબર નથી.

પીડિતાની ભાભીએ ડીએમ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે જયારે તેમણે મૃતદેહને જોવાની માંગ કરી, ત્યારે ડીએમે કહ્યું કે પોસ્ટમોર્ટમ પછી ડેડ બોડીનું શું થાય છે તે તમે જાણો છો, તેને હથોડીથી મારવાથી હાડકાં ભાંગી જાય છે. તમે આવો મૃતદેહ જોઈ શકયા હોત. ૧૦ દિવસ સુધી ખાવાનું ન ખાઈ શકયા હોત.

પીડિતાની ભાભીએ કહ્યું કે ડીએમ તેમને વારંવાર કહેતા હતા કે તમને વળતર મળી ગયું છે. તમારા ખાતામાં કેટલા પૈસા આવ્યા છે, તમે જાણો છો?

પીડિતાની ભાભીએ કહ્યું કે તેમને બહાર નથી જવા દેવાઈ રહ્યાં. કારણ કે તેમને ડર હતો કે તેઓ મીડિયાને સત્ય બતાવી દેશે. તેમણે કહ્યું કે તેના પરિવારજનો દ્વારા નાર્કો ટેસ્ટ નહીં કરાવે. નાર્કો ટેસ્ટ DMનો થવો જોઈએ. તેમણે CBI તપાસની માંગને પણ નકારી હતી.

પીડિતાની ભાભીએ કહ્યું કે જે લોકો અહીં આવ્યા છે તેઓ રાજકારણ માટે આવતા હોય છે. જો આ સરકાર પડી જાય તો બીજી સરકાર બની જાય, પરંતુ રાજકારણ સાથે અમારો કોઈ મતલબ નથી. અમને બસ ન્યાય જોઈએ છે.

(3:33 pm IST)