Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

જીયોની ખાસ સર્વિસ વાયફાય કોલિંગઃ મોબાઇલમાં નેટવર્ક નહીં હોય તો પણ થઈ શકશે કોલ

નવી દિલ્હી, તા.૩: જિયો વાઇફાઇ કોલિંગની ખાસ સર્વિસ આપે છે. જેનાથી તમે મોબાઇલ નેટવર્ક ન હોય તો પણ ફોન કરી શકો છો. જેમાં જિયો ફોન નંબર પર તમે કોલ કરી શકો છો અન ઉઠાવી શકો છો, આ બંન્ને કામ કરી શકો છો. આ ગ્રામીણ વિસ્તારો કે ઓછા નેટવર્કવાળા વિસ્તારોમાં તમારી મદદ કરશે. ખાસ વાત એ છે કે, આ માટે તમારી પાસેથી કોઇ વધારાનો ચાર્જ વસૂલવામાં નહીં આવે. જિયો વાઇફાઇ કોલિંગ સર્વિસ માટે યૂઝરને માત્ર હાલનો વોઇસ પ્લાન અને એચડી વોઇસ કમ્પિટેબલ ડિવાઇસની જરૂર છે.

આ સેવા તે સમયે કામ આવે છે જયારે ફોન પર મોબાઇલ નેટવર્ક નથી આવતું. તે પછી તમે વાઇફાઇ નેટવર્ક પર કોલ રિલિવ કરી શકો છો અને કોલ પણ કરી શકો છો. જો વાઇફાઇ નેટવર્ક સ્ટ્રોંગ હોય તો તે કોલ ડ્રોપના ઘણા ઓછા ચાન્સ છે.

જિયો તરફથી તેમના ગ્રાહકોને આ સેવા બિલ્કુલ મફતમાં આપવામાં આવે છે. ગ્રાહક વાઇ-ફાઈ નેટવર્ક પરથી વાઇ-ફાઇ કોલિંગ કરી શકે છે. જેમા voice/video-calling એકસપિરિયન્સ માટે VoLTE અને વાઇ-ફાઈ સર્વિસ વચ્ચે સ્વિચ કરવાની સુવિધા છે.

એન્ડ્રોઇડ મોબાઇલ પર આવી રીતે કરો સેટિંગ - એન્ડ્રોઇડ ડિવાઇસની સેટિંગ ઓપન કરો. ત્યાર બાદ કોલ સેટિંગમાં ઓપન કરો. ડિવાઇસમાં WI-FI કોલિંગનું ઓપ્શન સર્ચ કરો. આ ઓપ્શનની સામે જોવા મળી રહેલું ટોગલને ઇનેબલ કરી દો. બીજી રીતે સમજીએ તો Settings મા જાઓ > Connection Settings > Wi-Fi calling મળસે. જયારે iOS ડિવાસઇના સેટિંગ એપને ઓપન કરો. ત્યાં તમને ફોન સેટિંગ ટેપ કરવાનું રહેશે. ફોન સેટિંગમાં તમને Wi-Fi Calling જોવા મળશે. તેની સામે જોવા મળી રહેલી સ્વિચને ઇનેબલ કરી દો.

(3:11 pm IST)