Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં બે રૂપિયા સુધીનો ઘટાડાની શકયતા

ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલો ઘટાડો અને રૂપિયો મજબૂત બન્યા બાદ

નવી દિલ્દી, તા.૩: કોરોના મહામારી સંકટ વચ્ચે આમ આદમીને સતત મોંઘવારીનો માર પણ પડી રહ્યો છે. પરંતુ આગામી બે-ત્રણ મહિનામાં તેનાથી રાહત મળી શકે છે. કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલની કિંમત છેલ્લા અઠવાડિયા દરમિયાન આઠ ટકા ઘટી ગઈ છે. જે બાદમાં નિષ્ણાતો ઘરેલૂ સ્તર પર પેટ્રોલ  અને ડીઝલની કિંમતમાં ઘટાડો થશે તેવું માની રહ્યા છે. એસકોર્ટ સિકયોરિટીના આસિફ ઇકબાલે જણાવ્યું કે, ક્રૂડ ઓઇલ સસ્તુ થવાથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને થોડી રાહત મળશે. કારણ કે ભારત પોતાની જરૂરિયાતનું ૮૨ ટકા ક્રૂડ અને ઓઇલ બહારથી મંગાવે છે. છેલ્લા થોડા દિવસોથી પેટ્રોલના ભાવ સતત વધ્યા છે અથવા સ્થિર રહ્યા છે. ઓઇલ કંપનીઓ પર ભાવ ઘટાડવાનું દબાણ છે. આથી હવે ગ્રાહકોને લાભ મળી શકે છે. વર્તમાન સ્તરમાં જો ક્રૂડમાં ૨૦ ટકા ઘટાડો આવે છે તો પેટ્રોલ અને ડીઝલમાં પાંચ ટકાનો દ્યટાડો કરવામાં આવી શકે છે. પરિણામે પેટ્રોલ-ડીઝલમાં ૨.૫થી ત્રણ રૂપિયાનો પ્રતિ લીટર ઘટાડો થઈ શકે છે. નવી

 પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ત્રણ રૂપિયા સુધી દ્યટાડોૅં દિલ્હીની વાત કરવામાં આવે તો ૧૦ સપ્ટેમ્બર પછી કિંમતમાં થોડો થોડો દ્યટાડો નોંધાયો છે. પેટ્રોલ આ દરમિયાન ૧.૧૯ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૩.૧૦ રૂપિયા પ્રતિ લીટર સસ્તુ થયું છે.

 ક્રૂડ ઓઇલની કિંમતમાં છ ટકાનો ઘટાડોઃ ન્યૂઝ એજન્સી રાયટર્સના સમાચાર પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના પોઝિટિવ થયાના સમાચાર પછી ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. સાથે જ ક્રૂડ ઓઇલની માંગમાં પણ ઘટાડો નોંધાયો છે. આ જ કારણે ક્રૂડ ઓઇલની કિંમત પર દબાણ છે. કારણ કે કોરોના વાયરસના વધી રહેલા કેસ વચ્ચે બિઝનેસ પ્રવૃત્તિઓ પણ મંદ પડી છે. આ કારણે માંગમાં ઘટાડો થઈ રહ્યો છે. આ કારણે હવે ઓકટોબરમાં ક્રૂડ ઓઇલનો ભાવ દ્યટીને ૩૨ ડોલર પ્રતિ બેરલ સુધી આવી શકે છે.

 ભારતમાં પેટ્રોલ-ડીઝલની માંગ વધવા લાગીૅં સપ્ટેમ્બર મહિનામાં પેટ્રોલની માંગમાં બે ટકાનો વધારો થયો છે. કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. જે બાદમાં પેટ્રોલના વેચાણમાં પ્રથમ વખત વધારો થયો છે. એનાથી માલુમ પડે છે કે પેટ્રોલની માંગ કોવિડ-૧૯ના પહેલાના સ્તર પર પહોંચી ગઈ છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓના પ્રારંભિક આંકડાઓમાં આ માહિતી મળી છે. આ કંપનીઓનો બજાર હિસ્સો ૯૦ ટકા છે. જોકે, ડીઝલનું વેચાણ સામાન્યથી ઓછું છે. જોકે, દર મહિનાની સરખામણી કરવામાં આવે તો ડીઝલની માંગમાં વધારો થયો છે. આંકડા પ્રમાણે સપ્ટેમ્બરમાં પેટ્રોલના વેચાણમાં બે ટકાનો ઘટાડો થયો છે.

 ગત મહિનાની સરખામણીમાં પેટ્રોલના વેચાણમાં ૧૦.૫ ટકાનો વધારે થયો છે. જોકે, ડીઝલની માંગ હજુ પણ નકારાત્મક છે. વાર્ષિક ધોરણ ડીઝલની માંગમાં સાત ટકાનો દ્યટાડો નોંધાયો છે. જોકે, ઓગસ્ટની સરખામણીમાં ડીઝલનું વેચાણ ૨૨ ટકા વધારે થયું છે. દેશમાં સપ્ટેમ્બરમાં પેટ્રોલનું વેચાણ વધીને ૨૨ લાખ ટન પર પહોંચ્યું છે. ગત વર્ષે આ જ મહિનામાં તે ૨૧.૬ લાખ ટન હતું. ઓગસ્ટ, ૨૦૨૦માં પેટ્રોલનું વેચાણ ૧૯ લાખ ટન રહ્યું હતું. દેશમાં સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતા ઇંધણ ડીઝલના વેચાણમાં ઘટાડો નોંધાયો છે, જે ૪૮.૪ લાખ ટન છે. સપ્ટેમ્બર, ૨૦૧૯માં આ વેચાણ ૫૩ લાખ ટન હતું. જયારે ઓગસ્ટ, ૨૦૨૦માં ડીઝલનું વેચાણ ૩૯.૭ લાખ ટન હતું.

(3:10 pm IST)