Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

મહારાષ્ટ્રના પૂનામાં પડી રહી છે ડોકટર, નર્સની અછત

પૂનાની જિલ્લા પરિષદે વારંવાર જાહેરાત બહાર પાડી છતાં નથી મળતા ડોકટર, નર્સ, હેલ્થકર્મીઓ, ફાર્માસિસ્ટ

મુંબઇ, તા. ૩ : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં પણ પૂના શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી ગતિએ ફેલાઈ રહ્યું છે. પૂનાની જિલ્લા પરિષદે વારંવાર જાહેરાત આપી હોવા છતાં ડોકટર અને નર્સ મળી રહ્યા નથી. મહારાષ્ટ્રના પૂના શહેરમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે અને ત્યાં હાલ ડોકટર્સ-નર્સની અછત જોવા મળી રહી છે. પૂનાની જિલ્લા પરિષદે વારંવાર જાહેરાત આપવા છતાં પણ તેઓને ડોકટર અને નર્સ મળી રહ્યા નથી. માટે હવે પૂનાની જિલ્લા પરિષદ મહારાષ્ટ્ર સિવાય કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજયોમાં ડોકટર્સ, નર્સ અને હેલ્થકર્મીઓના પદ માટે જાહેરાત આપશે. આવું ભાગ્યે જ જોવા મળતું હોય છે કે જયારે ડોકટર્સ અને નર્સના પદની જગ્યા ભરવા માટે અન્ય રાજયોમાં જાહેરાત આપવી પડતી હોય.

કારણકે કોરોના વાયરસની મહામારીના સમયમાં દર્દીઓને યોગ્ય સમયે સારવાર મળે અને તેઓ જલદી સાજા થાય તે ખૂબ જરૂરી છે. પરંતુ, પૂના જિલ્લા પરિષદે ડોકટર્સ અને હેલ્થકર્મીઓની જગ્યા ભરવા માટે જાહેરાત આપવા છતાં તેઓને કોઈ ખાસ સફળતા મળી નથી. અહીં ડોકટર, નર્સ, હેલ્થકર્મીઓ, ફાર્માસિસ્ટ અને અન્ય પદો પર જગ્યા ખાલી છે.

મહારાષ્ટ્રમાં તેઓ આ ખાલી જગ્યાને ભરવા માટેની જાહેરાત આપીને થાકી ચૂકયા છે માટે પૂના જિલ્લા પરિષદે હવે રાજય બહાર જવા માટેનો નિર્ણય લીધો છે. અહીં નોંધનીય છે કેે ત્યાં હજુ પણ ૨૯૯ નર્સ અને ૨૬૦ ડોકટર્સના પદ ખાલી છે. તેમણે હેલ્થ સર્વિસ સાથે જોડાયેલા લોકોને એવી અપીલ કરી છે કે તેઓ આગળ આવે અને જનતાની સેવા કરે.

(2:40 pm IST)