Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

તહેવારો નજીક આવતા મોબાઈલ કિંમતમાં થઇ શકે છે ૧.૫ થી પ%નો વધારો

આત્મનિર્ભર મુહિમ હેઠળ સરકાર ઈચ્છે છે કે ફોનના મહત્વના ઈકિવપમેન્ટ્સ દેશમાં જ બને

રાજકોટ, તા. ૩ : સેમસંગ, એપલ, વીવો, શાઓમી, ઓપ્પો અને રિયલમીના સ્માર્ટફોન અને ફીચર ફોન્સ હવે મોંદ્યા થવાની તૈયારીમાં છે. સરકારે ડિસ્પ્લે અને ટચ પેનલ્સની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ૧૦ ટકાનો વધારો કરતા હવે ફોન પણ મોંદ્યા થશે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ દેશમાં જ આ ઈકિવપમેન્ટ્સના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા તેની આયાત પરની જકાત વધારાઈ છે.

કંપનીઓના જણાવ્યા અનુસાર, ડિસ્પ્લે અને ટચપેડ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધવાથી તહેવારોના ટાણે જ ફોનની કિંમતમાં દોઢથી પાંચ ટકાનો વધારો થવાની શકયતા જોવાઈ રહી છે, જેના કારણે ડિમાન્ડ પર પણ અસર થઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે, આ બે વસ્તુઓ ફોનના ઉત્પાદનમાં દ્યણી મહત્વની હોય છે, અને કવોલિટી અનુસાર કુલ પ્રોડકશન કોસ્ટમાં તેનો હિસ્સો ૧૫-૨૫ ્રુ જેટલો હોય છે.

સરકારી સૂત્રો જણાવે  છે કે દેશમાં જ આ ઈકિવપમેન્ટ્સનું ઉત્પાદન થાય તે હેતુથી અત્યારે જ તેના પર આયાત જકાત વધારવાનો શ્રેષ્ઠ સમય હતો. ઉલ્લેખનીય છે કે, ભારતમાં મોટી-મોટી મોબાઈલ કંપનીઓના યુનિટ્સ આવેલા છે. જોકે, ફોનના દ્યણા કમ્પોનન્ટ્સ વિદેશથી આયાત થાય છે. ભારત સરકાર હવે ફોનના મહત્વના ઈકિવપમેન્ટ્સ દેશમાં જ બનાવાય તેમ ઈચ્છે છે. આમ તો સરકાર ગયા વર્ષે એપ્રિલ મહિનામાં જ ડ્યૂટીમાં વધારો કરવાની હતી. પરંતુ કમ્પોનન્ટ મેન્યુફેકચરર્સને દેશમાં જ પ્લાન્ટ સ્થાપવા માટેની મુદ્દત આપીને તેનો અમલ લંબાવ્યો હતો. હાલ દેશમાં TCL  અને હોલીટેક સહિત કુલ ચાર કંપનીઓ ડિસ્પ્લે પેનલનું ઉત્પાદન કરે છે.

કેટલીક મોબાઈલ કંપનીઓનું કહેવું છે કે ડ્યૂટી વધવાથી ફોનની કિંમતમાં પણ તાત્કાલિક વધારો થશે. જયારે કેટલીક કંપનીઓ ગ્રાહકોને આ ભાવવધારો સહન ના કરવો પડે તે માટેના પ્રયાસ કરી રહી છે. ઈન્ડિયન સેલ્યુલર એન્ડ ઈલેકટ્રોનિકસ અસોસિએશનના ચેરમેન પંકજ મોહિન્દ્રુના જણાવ્યા અનુસાર, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી સરકારે હાલ ડ્યૂટીમાં વધારો કરવાનું મુલત્વી રાખવું જોઈએ.

(2:40 pm IST)