Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

હાથરસ કાંડમાં કંઇક છુપાવવાની કોશિષ?

પીડીતાના પરિવારનો ફોન જપ્ત : પીડીતાના પિતાની પિટાઇઃ પીડીતાના ઘરના શૌચાલયની બહાર પણ પોલિસ પહેરો

હાથરસ,તા.૩ : ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત યુવતી પર ગેંગરેપ અને મોતના કેસમાં રોજ રોજ ચોંકાવનારા સમાચારો આવી રહ્યા છે. ૧૯ વર્ષની દલિત યુવતી પર ગેંગરેપ અને તેના મોત પછી આખા દેશમાં આક્રોશનું વાતાવરણ છે અને યુપી પોલીસ સવાલોના ઘેરામાંછે. પીડીતાના ગામને સંપૂર્ણ પણે છાવણીમાં ફેરવી નખાયુ છે. હાથરસકાંડની મૃતક પીડીતાના ગામમાં ઉત્તરપ્રદેશ પોલિસે અધિકારીઓ અને પોલિસ ફોર્સના ધાડેધાડા ઉતારી દીધા છે. ગામની હદને સંપૂર્ણ પણે સીલ કરી દેવાઇ છે અને ગામમાં આવવા જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. પોલિસ પ્રતિબંધ છે. પોલિસ ન તો મીડીયાને પીડીતાના પરિવારના ઘરે જવા દે છે, ના કોઇપણ પક્ષના નેતાને.. પોલિસ પર એવા પણ આક્ષેપ થઇ રહ્યા છે કે તેણે પીડીતાના પરિવારજનોના મોબાઇલ ફોન પણ જપ્ત કરી લીધા છે. અને તેમને પોતાની નિગરાણીમાં રાખ્યા છે.

હાથરસ કાંડ ચાલી રહેલા હંગામા ં વચ્ચે ગુરૂવારે જ પોલીસે ગામથી બે કિલોમીટર પહેલા મેનરોડ પર બેરીકેડીંગ કરી દીધી હતી. પીડીતીના ગામ જનારા બધાજ મુખ્ય રસ્તાઓ બ્લોક કરી દેવાયા અને ખેતરોથી માંડીને રસ્તાઓ પર ભારે સંખ્યામાં પોલિસ તૈનાત કરી દેવાઇ. બહારની કોઇ પણ વ્યકિતને ગામમાં પ્રવેશતા રોકવા પોલીસે આ પગલું લીધુ છે.

શુક્રવારે સવારે બેરીકેડીંગ પાસે રાહ જોઇ રહેલા પત્રકાર પાસે એક બાળક દોડીને આવ્યું જેણે જણાવ્યુ  કે પોલિસે તેના પરિવારોને પુરી દીધા છે, તેમના મોબાઇલ ફોન પણ જપ્ત કરી લીધા છે. અને પીડીતાના પરિવારને મારપીટ પણ કરી રહ્યા છે. બાળકે એવો પણ આક્ષેપ કર્યો કે પોલિસે આખાઘરને કબ્જે કરી રાખ્યુ છે. અને છત ટોયલેટ થી માંડીને દરવાજા પર પહેરો ભરી રહ્યા છે. બાળકે કહ્યુ કે પીડીત પરિવાર મીડીયાને મળવા ઉત્સુક છે.  તેણે કહ્યુ કે મારા કાકા (પીડીતાના પિતા)એ પણ મારી સાથે ગામમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો પણ તે નિષ્ફળ રહ્યા. મને ખેતરોમાંથી ગામમાંથી નીકળવાનો સીક્રેટ રસ્તો ખબર હતો એટલે હું ગામની બહાર નીકળી શકયો

તેણે એવો પણ ઓક્ષેપ કર્યો કે પોલિસ તેના પરિવારોનો સંપર્ક બહારના જગત સાથે સંપૂર્ણ પણે કાપી નાખ્યો છે. તેમણે અમારા મોબાઇલ જપ્ત કરી લીધા છે. અને એમને મીડીયાને મળતા રોકવામાં આવી રહ્યા છે. અમે પુરેપુરા દબાણમાં છીએ. તેણે આક્ષેપ કર્યો કે એક સીનીયર પોલિસ અધિકારીએ પીડીતાના પિતાને છાતી પર લાત મારતા તે બહોશ થઇને પડી ગયા હતા.

જોકે પોલિસે આ આક્ષેપનું ખંડન કર્યુ છે પોલિસનું કહેવુ છે કે ૧૪૪મી કલમ લાગુ હોવાથી ૪ અથવા વધારે લોકો ગામમાં ભેગા ન થઇ શકે. પોલિસનું કહેવુ છે કે એસઆઇટી તપાસ કરી રહી હોવાથી પ્રતિબંધો મુકવામાં આવ્યા છે અને મીડીયા અને નેતાઓને આ પરિવાર સાથે મળતા રોકવામાં આવે છે. જ્યાં સુધી એસઆઇટીની તપાસ ચાલશે ત્યાં સુધી મીડીયા અને નેતાઓની એન્ટ્રી પર પ્રતિબંધ ચાલુ રહેશે પોલિસ અધિકારીએ કહ્યુ કે અમે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરી રહ્યા છીએ અને એ જ કારણે ગામમાં કોઇ પ્રકારના રાજકીય પ્રતિનીધી મંડળ કે કોઇ શખ્સને જવાની પરમીશન નથી.

(12:44 pm IST)