Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

ખર્ચ રેલ્વેને માથે પડી રહ્યો છે

૧૧,૦૦૦થી વધુ ખાલી ઉભેલી ટ્રેનોનો જાળવણી ખર્ચ વધતા રેલ્વે ચિંતામાં

નવી દિલ્હી,તા. ૩: કોરોના કાળમાં મુસાફરોની અવરજવરને બદલે માલવહન દ્વારા રેકોર્ડ બનાવી રહેલ અને આવક મેળવી રહેલ ભારતીય રેલ્વેને સંચાલિત ન થઇ રહેલ ટ્રેનોના કારણે નુકસાન પણ ઉઠાવવું પડે છે. રેલ્વેની લગભગ ૧૧,૦૦૦ હજારથી વધારે યાત્રી ટ્રેનો છે જે અત્યારે ચાલુ નથી પણ તેના મેઇન્ટેનન્સનો ખર્ચ તો ચાલુ જ છે. ઇન્ડીયન રેલ્વે ૧૩ હજારથી વધારે પ્રવાસી ટ્રેનોનું સંચાલન કરે છે.

રેલ્વે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે આ અંગે સ્પષ્ટતા કરી છે કે અત્યારે મોટાભાગની ટ્રેનોનું સચાલન નથી થઇ રહ્યુ પણ તેમાં લઘુતમ મેઇન્ટેન્સતો કરવું જ પડે છે. ટ્રેનોને નિયમીત સમયાંતરે થોડે દૂર સુધી ચલાવવી જ પડે છે. જેથી તેને સંપૂર્ણ પણે ફીટ રાખી શકાય. તેમાં સુરક્ષા અને સંરક્ષા માપદંડો જાળવી રાખવા પડે છે. કેટલીક ટ્રેનોને સંપૂર્ણ પણે તૈયાર રાખવામાં આવી છે. જેથી તેની ડીમાન્ડ અથવા સરકાર દ્વારા કોઇ નિર્ણય લેવાય તો તેને તરત સંચાલનમાં લાવી શકાય.

ભારતીય રેલ્વેએ આ ટ્રેનોના મેઇન્ટેનન્સમાં થનાર ખર્ચનો આંકડો તો નથી પણ એટલું કહ્યુ કે તેના પર જે કંઇ ખર્ચ થઇ રહ્યો છે.

તે રેલ્વે માટે ખોટ છે. જો કે હાલના કોરોના કાળમાં ભારતીય રેલ્વે માલ સામાનની હેરફેરમાં બહુ જ સક્રિય છે અને તેણે એવા વિસ્તારોમાં પણ માલ પરિવહન શરૂ કર્યું છે. જ્યા તે અત્યાર સુધી ન હોતી કરતી. આ ઉપરાંત ખાસ પાર્સલ ટ્રેન અને કિસાન ટ્રેનોનું પણ સંચાલન કર્યું છે. તેનાથી તેને ખાસ્સી આવક પણ થઇ રહી છે. સાથે જ માલ પરિવહનના નવા રેકોર્ડ પણ બની રહ્યા છે. ભારતીય રેલ્વે આ ક્ષેત્રમાં વધારે સક્રિયતા પૂર્વક આગળ આવવાથી વિભીન્ન પ્રકારના માલ સામાન દેશભરમાં સરળતાથી પહોંચી રહ્યા છે.

(12:44 pm IST)