Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

યોગીજી ચરખો ચલાવવામાં મસ્ત, પોલીસ લાઠીઓ વરસાવવામાં વ્યસ્ત

લખનઉ : બીજી ઓકટોબરના મહાત્મા ગાંધીજીની ૧પ૧ મી જન્મ જયંતિ અહિંસાના પુજારીને નમન કરવા સાથે ઉજવાઇ રહી હતી.  ત્યારે બીજી તરફ પોલીસ લાઠીચાર્જનું દમન પણ ચાલી રહ્યુ હતું. વાત જાણે એમ બની હતી કે ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગાંધી જયંતિ નિમિતે ગાંધી વંદના અર્થે ચરખો ચલાવી રહ્યા હતાં. ત્યારે આ સમયે હાથરસકાંડને લઇને વિરોધ પ્રદર્શન કરી રહેલ સપાના કાર્યકરો ઉપર પોલીસ બેફામ લાકડીઓ વીંઝી રહી હતી. અંદાજે ર૦૦ થી વધુ કાર્યકરો નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. આ તકે યોગીજીએ ટવીટર પર એવો સંદેશો મુકયો હતો કે માતા - બહેનોની રક્ષા-સન્માન માટે સરકાર સંકલ્પબધ્ધ છે.

(12:43 pm IST)