Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

વિશ્વની સૌથી લાંબી 'અટલ ટનલ'નું મોદી હસ્તે ઉદ્ઘાટન

૨૦૦૨માં રખાઇ હતી આધારશીલા : સમારોહમાં દિગ્ગજ નેતાઓ હાજર : મનાલી અને લેહ વચ્ચે ૪૬ કિ.મી.નું અંતર ઘટશે : જનસભાને કર્યું સંબોધન : અટલ ટનલ રાષ્ટ્રને સમર્પિત : આજનો દિવસ ઐતિહાસિક દિવસ : આજે અટલજીનું સપનું પૂર્ણ થયું, બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રકચરને નવી તાકાત મળશે : મોદી

નવી દિલ્હી તા. ૩ : આજે પ્રધાનમંત્રી મોદીના હસ્તે રોહતાંગમાં અટલ ટનલનું ઉદ્ઘાટન કરાયું. અટલ ટનલ એ વિશ્વની સૌથી લાંબી હાઇવે ટનલ છે. ૯.૦૨ કિલોમીટરની આ ટનલ આખું વર્ષ મનાલીને લાહૌલ સ્પીતી વેલી સાથે જોડી રાખશે. અગાઉ ભારે બરફવર્ષાને કારણે ખીણ વર્ષના ૬ મહિના સંપર્ક વિહોણી બની જતી હતી. આ પ્રસંગે રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય નાણામંત્રી અનુરાગ ઠાકુર, હિમાચલના મુખ્યમંત્રી જયરામ સિંહ ઠાકુર અને સીડીએસ જનરલ બિપિન રાવત પણ હાજર રહ્યા હતા. 

પીએમ મોદી મનાલીથી સડત મારકગે ધુંધી જશે અને ટનલનું ઉદ્ઘાટન કરશે. ટનલમાંથી પસાર થઈને નોર્થ પોર્ટલમાં સિસ્સૂ ઝીલની નજીક ચંદ્રા નદીની વચ્ચેના ટાપૂમાં લાહોલમાં ૨૦૦ લોકોને સંબોધિત કરશે.બપોરે ૨.૦૫ મિનિટે સાસે હેલીપેડથી ચંડીગઢ માટે પીએમ મોદી રવાના થશે. ચંડીગઢથી ૩.૪૦ના સમયે દિલ્હી માટે નીકળશે અને સાંજે ૪.૩૦એ દિલ્હી પહોંચશે.

જોકે, હવે આ ટનલ બની જતા મનાલી અને લેહ વચ્ચેનું અંતર ૪૬ કિલોમીટર ઘટી જશે અને ૪ થી ૫ કલાક સમય બચી જશે. અટલ ટનલ વર્લ્ડ-કલાસ ટેકનોલોજીથી બનાવવામાં આવી છે. આ ટનલમાં દરરોજ ત્રણ હજાર કાર અને દોઢ હજાર ટ્રક પસાર થશે. ટનલની અંદર મહત્તમ ૮૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે વાહન ચલાવવાની મંજૂરી આપવામાં આવશે.

ટનલમાં સેમી ટ્રાન્સવર્સ વેન્ટિલેશન સિસ્પટ પણ ગોઠવવામાં આવી છે. દર ૧૫૦ મીટર પર ઇમરજન્સી માટે સંપર્કની વ્યવસ્થા કરવામાં આવી છે. દર ૬૦ મીટર પર અગ્નિશામક યંત્ર ગોઠવવામાં આવ્યા છે. દુર્ઘટનાની તાત્કાલિક જાણ થાય તે માટે દર ૨૫૦ મીટર પર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. દર એક કિલોમીટરે હવાની સ્થિતિ જાણવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

અટલ ટનલનો આકાર ઘોડાની નાળ જેવો છે. તેનો દક્ષીણ કિનારો મનાલીથી ૨૫ કીમીના અંતંરે સમુદ્ર તટથી ૩૦૬૦ની ઉંચાઈ છે. ૧૦.૫ મીટર પહોળી આ સુરંગ પર ૩.૬ * ૨.૨૫ મીટરનો ફાયરપ્રૂફ બનાવાયો છે. આ ટનલની આધારશિલા ૨૬ મે ૨૦૦૨માં રાખવામાં આવી હતી.

(12:45 pm IST)