Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

કોરોનાથી દેશના ૪૦ જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત

દેશના ૭૩૪ જિલ્લામાંથી ૭૧૭ જિલ્લા એવા છે જ્યાં કોરોનાથી ઓછામાં ઓછા મોત થયા છે

નવી દિલ્હી તા. ૩ : કોરોના વાયરસથી થયેલ પ્રથમ મોતથી લઇને અત્યાર સુધી ૨૦૦ દિવસમાં મોતનો આંકડો ૧ લાખને પાર કરી ગયો છે. હાલના સમયમાં દેશના ૭૩૪ જિલ્લામાંથી ૭૧૭ જિલ્લા એવા છે જ્યાં કોરોનાથી ઓછામાં ઓછા મોત નોંધાયા છે. જ્યારે ૪૦ જિલ્લા સૌથી વધુ પ્રભાવિત છે. જ્યાં ૪૦%થી વધુ મોત નોંધાયા છે.

અમેરિકા અને બ્રાઝીલ બાદ ફકત ભારત જ છે જ્યાં આટલી મોટી સંખ્યા લોકોના મોત થયા છે. દેશના દક્ષિણ ભાગના કોરોનાએ કહેર મચાવ્યો છે. દેશમાં થયેલ કુલ મોતમાંથી ૩૭% મોત એકલા મહારાષ્ટ્રમાં થયા છે તો બિહાર અને યુપીમાં મોતનો આંકડો ઓછો છે.

દેશના ૭૩૪ જિલ્લામાંથી ૨૦ જિલ્લા એવા છે જે દેશમાં કુલ મોતમાંથી ૪૫% મોત માટે જવાબદાર છે. આ ૨૦ જિલ્લામાંથી ૧૩ જિલ્લા એકલા મહારાષ્ટ્રમાં છે. મુંબઇમાં થતાં ૧૦ મોતમાંથી ૧ મોત કોરોનાથી થાય છે.

કોવિડ-૧૯ની અસર સૌ પહેલા મહાનગરોમાં જોવા મળી. ધીમે ધીમે તે ગ્રામીણ વિસ્તારોમાં પહોંચી.

(11:12 am IST)