Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

દેશમાં કુલ કેસ ૬૪ લાખ ઉપર : મૃત્યુઆંક ૧,૦૦,૮૪૨

છેલ્લા ૨૪ કલાકમાં ૭૯૪૭૬ નવા કેસ : ૧૦૬૯ લોકોના મોત : કુલ કેસ ૬૪,૭૩,૫૪૪

નવી દિલ્હી તા. ૩ : દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. દેશમાં કુલ દર્દીઓની સંખ્યા ૬૪ લાખને પાર કરી ગઇ છે તો મોતનો આંકડો ૧ લાખને પાર કરી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૯૪૭૬ નવા કેસ સામે આવ્યા છે અને ૧૦૬૯ લોકોના મોત થયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા ૬૪૭૩૫૪૪ની થઇ છે.

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કોરોનાના ૯૪૪૯૯૬ એકટીવ કેસ છે અને અત્યાર સુધીમાં ૧,૦૦,૮૪૨ લોકોના મોત થયા છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં ૫૪૨૭૭૦૬ લોકો રિકવરી થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૩૨,૬૫૭ કોરોનાની તપાસ થઇ છે.

મોતના મામલામાં ભારત હવે વિશ્વનો ત્રીજો દેશ બની ગયો છે. ભારતની આગળ અમેરિકા ૨૧૨૦૦૦ અને બ્રાઝીલ ૧૪૪૦૦૦ના મોત થયેલ છે.

(11:12 am IST)