Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

પતિની ઉશ્કેરણીથી પત્નીએ આપઘાત કર્યો હોય તો તે સાબિત કરવું પડેઃ પુરાવા જોઇએ

પત્નીની આત્મહત્યા માટે પતિને જવાબદાર ગણી ન શકાયઃ સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી તા. ૩: સુપ્રિમ કોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યું છે કે પત્ની આત્મહત્યા કરે તો એવું માની ન લેવાય કે તેણે આત્મહત્યા પતિએ ઉશ્કેરવાથી જે કરી છે. આના માટે સ્પષ્ટ પુરાવાઓ હોવા જોઇએ જે જોઇ શકાયડ આ કેસમાં એમને એમ આત્મહત્યા માટે ઉશ્કેરવા માટે પતિને જવાબદાર ન ગણી શકય. આવું કહીને જસ્ટી એન. વી. રમણની બેંચે પત્નીને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપી પતિને છોડી મુકયો હતો.

ગુરૂચરણ અને તેના માતા-પિતાને પોતાની પત્નીની આત્મહત્યાના આરોપમાં આઇપીસીની કલમ ૩૦૪બી, ૪૯૮ અને ૩૪ હેઠળ આરોપી બનાવાયા હતા. જો કે ટ્રાયલ કોર્ટે કહ્યું કે આરોપીઓને કલમ ૩૦૪બી અને ૪૯૮ હેઠળ સજા આપવા માટે પુરતા પુરાવાઓ નથી પણ તેમના પર કલમ ૩૦૬ હેઠળ પત્નીનો આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ ચાલી શકે છે. ટ્રાયલ કોર્ટે કહ્યું કે પરિણીત સ્ત્રીની અપેક્ષા હોય છે કે પતિ તેને પ્રેમ અને નાણાકીય સુરક્ષા આપશે. જો તેની આ અપેક્ષાઓ જાણી જોઇને બેદરકારી દાખવીને પતિ દ્વારા તોડવામાં આવે તો તે કલમ ૩૦૭ હેઠટળ ગુનો બને અને તેને કલમ ૩૦૬ હેઠળ સજા મળે. પંજાબ હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને યોગ્ય ગણાવીને પતિની અપીલ ફગાવી દીધી હતી. પંજાબ હાઇકોર્ટે કહ્યું હતું કે લગ્ન પછી ઘરમાં જે પરિસ્થિતીઓ અને વાતાવરણ હતું તેના કારણે તે આત્મહત્યા કરવા માટે મજબૂર થઇ હતી. આ ચૂકાદાને ગુરૂચરણે સુપ્રિમમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું કે આત્મહત્યા માટે ઉશ્કેરવાના કોઇ પુરાવાઓ નથી. પતિ અને સાસરાપક્ષના લોકોએ તેની કોઇ કનડગત કરી હોવાના પણ પુરાવાઓ નથી એ પણ જાણવા નથી મળ્યું કે તેની એવી કઇ અપેક્ષા હતી જેને આ લોકોએ તોડી જેના કારણે તે પોતાના પતિથી નિરાશ થઇ ગઇ હતી. સાથે સાથે પતિએ તેની જાણી જોઇને ઉપેક્ષા કરી હોય તેવું પણ સામે નથી આવ્યું.

(11:10 am IST)