Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કંપની TGP, Reliance Retailમાં ૧૮૩૭.૫ કરોડનું રોકાણ કરશે

રિલાયન્સ રિટેલમાં કુલ રોકાણ ૩૨ હજાર કરોડને વટાવી ગયું છે

નવી દિલ્હી, તા.૩: વિશ્વની જાણીતી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ TGP દ્વારા રિલાયન્સ રિટેલમાં રોકાણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. TGP ૦.૪૧ ટકાની ભાગીદારી માટે ૧૮૩૭.૫૦ કરોડ રૂપિયાનું રોકારણ રિલાયન્સ રિટેલમાં કરશે. રિલાયન્સ રિટેલમાં આ અત્યારસુધીનું ૭માં રોકાણ છે. કંપનીએ ૭.૨૮ ટકાનો હિસ્સો વેચીને અત્યારસુધીમાં ૩૨,૧૯૭.૫૦ કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. અબુધાબીની મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ રિલાયન્સ રિટેલ વેન્ચરમાં ૬,૨૪૭.૫ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીસના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર મુકેશ અંબાણી એ જણાવ્યું કે, હું રિલાયન્સ રિટેલ વેન્ચર્સના વેલ્યૂએબલ રોકાણકાર તરીકે ટીજીપીનું સ્વાગત કરું છું. ટીજીપીના સહકાર અને ગાઇડન્સથી કંપનીને આગળ વધવામાં મદદ મળશે.TPGના સીઈઓ જિમ કૂલ્ટર (Jim Coulter, Co-CEO of TPG)એ જણાવ્યું કે રેગ્યુલેટરી બદલાવ, ગ્રાહકોની ભૌગોલિકતા, ટેકનોલોજીના વ્યાપના કારણે ભારતમાં રિટેલ ચેન ખૂબ આકર્ષક બનતી જઈ રહી છએ. એક અવિશ્વસનીય મજબૂતાઈથી ચોક્કસ લીડર તરીકે અમે રિલાયન્સ રિટેલ સાથે જોડાવા બદલ ઉત્સાહિત છીએ.

કુલ રોકાણ ૩૨ હજાર કરોડને પાર - રિલાયન્સ રિટેલમાં કુલ રોકાણ ૩૨ હજાર કરોડને વટાવી ગયું છે. રિલાયન્સ રિટેલમાં, સિલ્વર લેકએ ૭,૫૦૦ કરોડનું રોકાણ કર્યું છે અને કેકેઆરએ ૫,૫૦૦ કરોડનું રોકાણ કર્યું છે. આ બંને સમાન કંપનીઓ છે જેમણે રિલાયન્સ જિઓમાં રોકાણ કર્યું છે.વિશ્વના મોટા ખાનગી ઇકિવટી ફંડ્સ હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર આધાર રાખે છે, તેથી તેઓ રિલાયન્સ કંપનીઓમાં રોકાણ કરે છે. રિલાયન્સ રિટેલ વેન્ચરનું હાલમાં વેલ્યુએશન ૪.૨૮ લાખ કરોડ છે, જેના પર આ કંપનીઓ રોકાણ કરી રહી છે.

(11:07 am IST)