Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

હાથરસ ગેંગરેપની ઘટના અંગે કોંગ્રેસ આક્રમક રાહુલ ગાંધી ફરીથી હાથરસ જવા કરશે પ્રયાસ

બે દિવસ પહેલા થયો હતો હંગામો : પોલીસે અટકાવી અને પાછા દિલ્હી મોકલી દીધા

નવી દિલ્હી : હાથરસ ગેંગરેપની ઘટના અંગે કોંગ્રેસ આક્રમક છે. પક્ષના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહામંત્રી પ્રિયંકા ગાંધી પીડિતના પરિવારજનોને મળવા માટે બે દિવસ પહેલા હાથરસ જવા રવાના થયા હતા. ત્યારબાદ પોલીસે ગ્રેટર નોઈડાના પરી ચોક પર બંનેને અટકાવ્યા અને તેમને પાછા દિલ્હી મોકલી દીધા.

રાહુલ ગાંધી આજે (3 ઓક્ટોબર) ફરીથી હાથરસ જવા રવાના થઈ શકે છે. એમ કહેવામાં આવે છે કે તેઓ બપોરે હાથરસ જવા રવાના થશે.

(10:11 am IST)