Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

રિલાયન્સે રિટેલ વેન્ચરમાં 7.28 ટકા હિસ્સો વેચીને 32.197 કરોડ રૂપિયા એકઠા કર્યા

રિલાયન્સ રિટેલ વેન્ચરનું હાલ વેલ્યુએશન 4.28 લાખ કરોડ રૂપિયા છ

નવી દિલ્હીઃ વિશ્વની મોટી મૂડીરોકાણ કંપની TPGએ રિલાયન્સ રિટેલમાં હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. TPG 0.41 ટકા હિસ્સો 1837.50 કરોડ રૂપિયામાં ખરીદશે. આ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ વેન્ચર રિલાયન્સ રિટેલમાં GIC 1.22 ટકા હિસ્સો કુલ 5512 કરોડ રૂપિયામાં ખરીદશે. આ પહેલાં અબુધાબી સ્થિત સરકારી સોવેરિન ફંડ મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ પણ રિલાયન્સ રિટેલમાં 6247 કરોડ રૂપિયાના મૂડીરોકાણનું એલાન કર્યું હતું. આ મૂડીરોકાણથી કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં 1.4 ટકા હિસ્સો હાંસલ કરશે. રિલાયન્સ રિટેલમાં અત્યાર સુધી આ સાતમું મૂડીરોકાણ હશે. કંપનીએ 7.28 ટકા હિસ્સો વેચીને 32,197.50 કરોડ એકઠા કર્યા છે. રિલાયન્સ રિટેલ વેન્ચરનું હાલ વેલ્યુએશન 4.28 લાખ કરોડ રૂપિયા છે, જેના પર આ કંપનીઓ મૂડીરોકાણ કરી રહી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ રિટેલ પરિવારને GICનું સ્વાગત કરતાં બહુ ખુશી થઈ રહી છે. વિશ્વભરમાં લાંબા સમય સુધી સફળ મૂડીરોકાણના ચાર દાયકા સુધી પોતાનો ટ્રેક રેકોર્ડને જાલવી રાખનાર GIC રિલાયન્સ રિટેલની સાથે ભાગીદારી કરી રહી છે. આ વાતનો મને આનંદ છે. GICનું વૈશ્વિક નેટવર્ક અને લાંબા સમય સુધી ભાગીદારીનો ટ્રેક રેકોર્ડ ભારતીય રિટેલમાં પરિવર્તનની વાર્તા માટે અમૂલ્ય હશે.

(10:05 am IST)