Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

નિકાસ સપ્ટે.માં ૫.૨૭ ટકા વધીઃ વેપારખાધ ઘટીને રૂ.૨.૯૦ અબજ

નવી દિલ્હી, તા.૩: સપ્ટેમ્બરમાં ભારતની માલસામાનની નિકાસ ૫.૨૭ ટકા વધીને ૨૭.૪૦ અબજ ડોલર થઈ હતી, જયારે આયાત ૧૯.૬૦ ઘટીને ૩૦.૩૧ અબજ ડોલર રહેતાં વેપાર ખાધ ૨.૯૦ અબજ ડોલર થઈ હતી.

એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના છ મહિનામાં આયાત વાર્ષિક ધોરણે ૪૦ ટકા ઘટીને ૧૪૮.૬૯ અબજ ડોલર થઈ હતી, જયારે નિકાસ ૨૧.૪૩ ટકા ઘટીને ૧૨૫.૦૬ અબજ ડોલર થઈ હતી.

તેલની નિકાસ સપ્ટેમ્બરમાં ૩૫.૯૨ ટકા ઘટીને ૫.૮૨ અબજ ડોલર થઈ હતી. એપ્રિલ-સપ્ટેમ્બરમાં તેલની નિકાસ ૫૧.૧૪ ટકા ઘટીને ૩૧.૮૫ અબજ ડોલર થઈ હતી. સોનાની આયાત સપ્ટેમ્બરમાં ૫૨.૮૫ ટકા ઘટી હતી. તેલ સિવાયની આયાતો સપ્ટેમ્બરમાં ૧૪.૪૧ ટકા ઘટીને ૨૪.૪૮ અબજ ડોલર અને એપ્રિલ-સપ્ટેમ્બરમાં ૩૬.૧૨ ટકા ઘટીને ૧૧૬.૮૩ અબજ ડોલર થઈ હતી.

સપ્ટેમ્બરમાં જે ચીજોની નિકાસમાં વધારો થયો. તેમાં ખનિજ લોખંડ, ચોખા, તેલી ખોળ, કાર્પેટ, દવા, માંસ, ડેરી અને પોલ્ટ્રી, કોટન યાર્ન/ફેબ્રિકસ/ પેડ-અપ્સ, હેન્ડલૂમ પ્રોડકટ્સ, તમાકુ, તેજાના, પેટ્રોલિયમ પેદાશો, ઇજનેરી સામાન, રસાયણો અને કોફીનો સમાવેશ થાય છે.

(9:47 am IST)