Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

પતિએ જ પત્નિનો બળાત્કાર કરવાની મિત્રને મંજૂરી આપી

સમગ્ર ઘટના બાદ પત્નિને ખબર પડી કે પતિએ મિત્ર પાસેથી રૂ.૧૦,૦૦૦ લીધા હતા

દેહરાદુન, તા.૩: એક ૨૪ વર્ષના વ્યકિતએ પોતાની ૨૨ વર્ષની પત્નિનું રેપ કરવા માટે મિત્રને મંજૂરી આપી હતી, જેના માટે તેણે મિત્ર પાસેથી દસ હજાર રૂપિયા લીધા હતા. દેહરાદૂન પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે, આ ઘટના ૨૨ સપ્ટેમ્બરના રોજ દેહરાદૂનના રુદ્રપ્રયાગ જીલ્લામાં બની હતી. જોકે આરોપીનો મિત્ર હજી ફરાર છે.

મહિલાએ આ બંને વિરુદ્ઘ ફરિયાદ નોંધાવતા ઘટના પ્રકાશમાં આવી હતી. આ કેસમાં તપાસ કરી રહેલા અધિકારીએ કહ્યું કે, મહિલાએ પોલીસ ફરિયાદમાં કહ્યું કે, ૧૯ સપ્ટેમ્બરથી ૨૧ સપ્ટેમ્બર સુધી સતત ત્રણ દિવસ તેનો પતિ દારૂ પીને નશાની હાલમાં ઘરે આવતો હતો. જયારે આ મહિલાએ દારૂ પિવાની ના પાડી તો તેની સાથે આ વ્યકિત દલીલ કરતો હતો.

બાવીસમી સપ્ટેમ્બરે તેનો પતિ નશાની હાલતમાં જ આવ્યો પરંતુ તેની સાથે મિત્ર પણ હતો. તેના મિત્રએ આ મહિલાનું રેપ કર્યા બાદ જણાવ્યું કે તેણે પતિને રૂ.૧૦,૦૦૦ આપ્યા છે. રુદ્રપ્રયાગ જીલ્લાના એસપી નવનીત સિંહે કહ્યું કે, આઈપીસીની કલમો હેઠળ કેસ દાખલ કરીને આગળ તપાસ કરવામાં આવી રહી છે. મંગળવારે પતિની ધરપકડ કરીને તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો જયાં તેને જેલની સજા ફટકારવામાં આવી છે. તેના મિત્રની શોધ હજી ચાલુ છે.

(9:45 am IST)