Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

ટ્રમ્પ હોસ્પિટલમાં દાખલ : લોકોનો આભાર માન્યો

મને લાગે છે કે હું સ્વસ્થ છું પરંતુ અમે ઇચ્છીએ છીએ કે કેટલીક વસ્તુઓ સ્વસ્થ થઇ જાય : ફર્સ્ટ લેડી પણ સ્વસ્થ છે

વોશિંગ્ટન તા. ૩ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તે કોરોના પોઝિટિવ મળ્યા હતા. મળતી માહિતી મુજબ તેમને વોલ્ટર રીડ હોસ્પિટલમાં લઈ જવાયા છે. તેમની ત્યાં સારવાર ચાલી રહી છે. પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. ટ્રમ્પના ડોકટરે સીન કોનલીએ જણાવ્યું કે ગુરુવારે સાંજે તેમના સંક્રમિત હોવાની ખરાઈ થઈ હતી.

એક વીડિયો ટ્વીટ કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે 'હું આ સમર્થન માટે તમામ લોકોનો આભાર વ્યકત કરૂ છુ. હું વોલ્ટર રીડ હોસ્પિટલ જઈ રહ્યો છું. મને લાગે છે કે હું સ્વસ્થ છું પરંતુ અમે ઈચ્છીએ છીએ કે કેટલીક વસ્તુઓ સ્વસ્થ થઈ જાય. ફર્સ્ટ લેડી પણ સ્વસ્થ છે .હું તમામ લોકોનો આભાર વ્યકત કરૂ છુ. હું કયારેય નહીં ભૂલુ.'

ટ્રમ્પના અંગત સલાહકાર હોપ હિકસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ટ્રમ્પ દંપતી  કવોરન્ટાઈન હતું. હોપ હિકસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમના  વિમાન એરફોર્સ વનમાં પણ તેમની સાથે મુસાફરી કરી રહી હતી. આ અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અંગત સલાહાકર હોપ હિકસનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આતા પોતે તેમજ ફર્સ્ટ લેડી કવોરોન્ટાઇન થયા અંગે ટ્વિટ કર્યું હતું.

(9:45 am IST)