Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

વાહન ચાલકો સાવધાન : એક નાની ભૂલ અને રદ્દ થઇ જશે ડ્રાઇવિંગ લાયસન્સ

ડોકયુમેન્ટને સાથે લઇને રાખવાની ઝંઝટમાંથી મુકિતઃ નવા નિયમો અનુસાર, પોલીસ કર્મી સાથે ખરાબ વ્યવહાર, ગાડી નહીં રોકવી, ટ્રકના કેબિનમાં પેસેન્જર બેસાડવા જેવી બાબતને ખરાબ વર્તન માનવામાં આવશે : આવું સામે આવતા જ ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવામાં આવી શકે છે, સાથે દંડ પણ ફટકારવામાં આવી શકે છે

નવી દિલ્હી તા. ૩ : કેન્દ્ર સરકારે નવા મોટર વ્હીકલ રૂલ્સને ૧ ઓકટોબરથી લાગુ કરી દીધા છે. આ હેઠળ લોકોએ આરસી, ઈન્સ્યોરન્સ અને ડ્રાઈવિંગ લાયસન્સ જેવા મહત્વના ડોકયુમેન્ટને સાથે લઈને રાખવાની ઝંઝટમાંખી મુકતી આપી દીધી છે. તો, બીજી તરફ તમારી એક નાની ભૂલ પણ તમારા ડ્રાઈવિંગ લાયસન્સને રદ કરી શકે છે. ટ્રાફિક ડિપાર્ટમેન્ટ હવે મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરી પ્રાઈવેટ અને કોમર્શિયલ વ્હીકલ્સના ડ્રાઈવરોના વ્યવહાર પર નજર રાખશે.

નવા નિયમો અનુસાર, પોલીસ કર્મી સાથે ખરાબ વ્યવહાર, ગાડી નહીં રોકવી, ટ્રકના કેબિનમાં પેસેન્જર બેસાડવા જેવી બાબતને ખરાબ વર્તન માનવામાં આવશે. આવું સામે આવતા જ ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવામાં આવી શકે છે. સાથે દંડ પણ ફટકારવામાં આવી શકે છે.

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નવા નિયમ અનુસાર, મોટર વાહન અધિનિયમ-૧૯૮૮ની કલમ-૧૯, ૨૧ હેઠળ બસ, ટેકસીમાં વધારે સવારી બેસાડવી, સવારી સાથે દુર્વ્યવહાર કરવો, સ્ટોપ પર ન ઉતારવા, બસ ચલાવતા સમયે ધુમ્રપાન કરવું, દારી પી ગાડી ચલાવવી, કારણ વગર વાહન ધીમે ચલાવવું, બસમાં સિગરેટ રીવી હવે ડ્રાઈવરો માટે મોંઘુ પડી શકે છે.

નવા કાયદામાં અધિકારીઓએ દંડિત ડ્રાઈવરના વ્યવહારની પણ જાણકારી આપવી પડશે. આથી ડ્રાઈરની દરેક પ્રકારની જાણકારી ઓનલાઈન પોર્ટલ પર નાખી શકાય. ઉપદ્રવ, જનતા માટે ખતરો પેદા કરવો, વાહન ચોરી, યાત્રિઓ પર હુમલો, સામાનની ચોરી કરનાર ડ્રાઈવરોનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવાની જોગવાઈ પ્રથમ વખત કરવામાં આવી છે. સરકાર પોર્ટલ પર પણ તેનો રેકોર્ડ રાખશે. જેથી ભવિષ્યમાં ડ્રાઈવરના વ્યવહારની ઓનલાઈન દેખરેખ થઈ શકે. આ સિવાય ૧ ઓકટોબર ૨૦૨૦થી ડીએલ અને વાહનોના દસ્તાવેજ પોર્ટલ પર રાખવાની સુવિધા શરૂ થઈ રહી છે. જેથી પોલીસ-પરિવહન અધિકારી તપાસના નામ પર કયાંય પણ વ્હીકલ રોકી ફિઝિકલ ડોકયુમેન્ટ્સની માંગ નહીં કરી શકે.

(9:44 am IST)