Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

સોશ્યલ મિડીયાના માધ્યમથી યુવતીઓની નજીક આવતો પછી અશ્લીલ ચેટીંગ કરી બ્લેકમેઇલ કરતો

યુપી પોલીસે એક રંગીન મિજાજી યુવકની ધરપકડ કરી : ૫૭ મહિલાઓને છેતરી હોવાનો આરોપ

લખનૌ,તા.૩ : ઉત્ત્।ર પ્રદેશ પોલીસે એક એવા યુવકની ધરપકડ હતી કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીઓની નજીક આવતો હતો અને તેની સાથે અશ્લિલ ચેટ અને તેમના ફોટો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઈલ કરતો હતો. આ મામલો ઉત્ત્।ર પ્રદેશના ગ્રેટર નોઈડાનો છે. પોલીસે આરોપી પાસેથી અલગ અલગ કંપનીઓના ૨૫ સીમ કાર્ડ અને સાત મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. આરોપી આ ફોન અને સીમ કાર્ડનો ઉપયોગ યુવતી સાથે વાત કરવામાં કરતો હતો. આરોપીના મોબાઈલ ફોનમાંથી એક ડઝનથી વધારે યુવતીઓના અશ્લિલ ફોટો અને ચેટના સ્ક્રીન શોટ મળ્યા છે.

પકડાયેલો આરોપી એક ઝાડ નીચે બેસીને પ્રસિદ્ઘ નોવલ 'World’s best conman' વાંચતો હતો. તેના ઉપર ૫૦ મહિલાઓને બ્લેક મેઈલ કરવાનો આરોપ છે. આ નોવલમાં દુનિયાના એવા લોકો વિશે વર્ણવવામાં આવ્યું છે જે પોતાની ખોટું બોલવાની ટ્રીકથી યુવતીઓને ફસાવતા હતા. તેમને વિશ્વાસમાં લેતો હતો અને તેમને બ્લેકમેઈલ કરતો હતો.

બ્લેકમેલર રવિ મૂળ રૂપથી એટાનો નિવાસી છે. એક યુવતીની ફરિયાદના આધારે તેના ઉપર બ્લેકમેઈલની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. પોલીસના બાતમીદારની માહિતીના આધારે રવિને ગ્રેટર નોઈડાના સિટી પાર્કથી ધરપકડ કરવામાં આવી હતી.

એડીસીપી વિશાલ પાંડેના જણાવ્યા પ્રમાણે આરોપી રિવ યુવતી સાથે અશ્લીલ ચેટ કરી અશ્લીલ ચેટ અને ફોટોના સ્ક્રીનશોર્ટ પોતાની પાસે રાખી યુવતીઓને બ્લેકમેઇલ કરતો હતો. અને તેમની પાસેથી મોટી રકમ વસૂલતો હતો. તેણે યુવતીઓ સાથે વાત કરવા માટે અલગ અલગ સીમની સાથે અલગ અલગ મોબાઈલ રાખ્યા હતા.

વલસાડ ઘ રમાં પરિણીત પ્રેમિકા અને પ્રેમી મનાવતા હતા રંગરલિયા, અચાનક પતિ આવી જતા યુવકે સાતમાં માળેથી છલાંગ લગાવીએડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, રવિની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે યુવતીઓના નંબર ઓનલાઈન ડેટા અથવા અન્ય જગ્યાઓથી ચોરી કરી લેતો હતો. ત્યારબાદ તેમના મોબાઈલ ઉપર અશ્લીલ ચેટ મોકલતો હતો. જે યુવતી તેની સાથે વાત કરવા લાગતી હતી તેનો ફોટો એડિટ કરીને અશ્લિલ બનાવી દેતો હતો અને અશ્લિલ ફોટો થકી રવિ આ યુવતીઓને બ્લેકમેઈલ કરતો હતો.

આવી જ એક પીડિત યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે રવિએ તેની ચેટ અને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને તેની પાસેથી હજારો રૂપિયા પડાવી લીધા હતા. અને વધારે પૈસાની ડિમાન્ડ કરી રહ્યો હતો. પોલીસ હવે એ જાણવાની કોશિશ કરી રહી છે કે રવિએ અત્યાર સુધી કેટલી યુવતીઓને બ્લેકમેઈલ કરી છે અને કેટલા રૂપિયા પડાવ્યા છે.

પોલીસે રવિ પાસેથી ૭ આધાર કાર્ડ, એક ડીએલ, એક પાનકાર્ડ અને બે આધાર કાર્ડ, ૪ એટીએમ કાર્ડ, ૨ પેટીએમ ડેબિટ કાર્ડ એક વાઈફાઈ ડોંગલ સિમ, ૩ પેન ડ્રાઈવ, ૧ વેબકેમ અને એક ડબ્બો જેમાં એક ચેન, ૧ બ્રેસલેટ, પીળી ધાતુની એક ડિજિટલ ઘડિયાલ અને એક નાનું પર્સમાંથી ૮,૧૦૫ રૂપિયા રોકડા મળ્યા હતા.

(9:42 am IST)