Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

પ્રધાનમંત્રીના વૈભવી પ્‍લેન બોઇંગ ૭૭૭નો અંદરનો નજારો જોઇ ભલભલા અચંબીત થઇ જશે

બેસવા માટે આરામદાયક સીટ, મીટીંગ રૂમ સહિતની સુવિધા

નવી દિલ્હી: બોઇંગ 777 (Air India One) એકવાર ઇંધણ ભર્યા પછી અમેરિકા સુધીની લાંબી હવાઇ યાત્રા ખેડી શકે છે. આ વિમાનનું સંચાલન એર ઇન્ડિયા નહીં પરંતુ એરફોર્સ કરશે. રિપોર્ટ મુજબ તેનું કૉલ સાઇન એરફોર્સ-વન રાખી શકાય છે. વિમાનમાં કલર અને સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

પીએમના વિશેષ પ્લેનની અંદર બેસવા માટે આરામદાયક સીટોની વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે જ્યારે પીએમ વિદેશ યાત્રા પર જાય છે ત્યારે લાંબી યાત્રા ખેડવાની હોય છે. એવામાં સીટ ખૂબજ આરામદાયક હોવી જોઇએ.

પ્લેનની અંદર મીટિંગ રૂમ શાનદાર છે. ત્યાં બેસી પીએમ મોદી મીટિંગ કરી શકે છે. બોઇંગ-777માં જે રંગનો ઉપયોગ થયો છે, તેમાં સફેદ, આછા વાદળી અને નારંગી રંગનો ઉપયોગ થયો છે. આછા વાદળી અને સફેદ રંગનો ઉપયોગ વધુ થયો છે. આ પ્લેનને એરફોર્સર્ન પાયલટ ઊડાડશે. એવામાં બે વિમાન ખરીદવામાં આવ્યા છે અને તેની કિંમત લગભગ 8458 કરોડ રૂપિયા છે. 35,000 ફૂટની ઉંચાઈ પર 1,013 કિલોમીટર પ્રતિ કલાક રફ્તાર

અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ વિમાનમાં સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. આ વિમાનના આગળના ભાગમાં ઝામર લાગેલા છે જે દુશ્મનના રડાર સિગ્નલને જામ કરી દે છે. તેના પર મિસાઇલ હુમલાની પણ અસર નહીં થાય.

(12:00 am IST)