Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

" અમેરિકન ડ્રીમ " : અમેરિકામાં વસતા 42 લાખ જેટલા ભારતીયો પૈકી 6.5 ટકા ગરીબી રેખા હેઠળ જીવન જીવી રહ્યા છે : કોવિદ -19 ને કારણે આ પ્રમાણ વધવાની શક્યતા : ઇન્ડિયાસ્પોરા સંમેલન 2020 માં જાહેર કરાયેલી વિગતો

વોશિંગટન :  અમેરિકામાં વસતા 42 લાખ જેટલા ભારતીયો પૈકી 6.5 ટકા ગરીબી રેખા હેઠળ જીવન જીવી રહ્યા છે.એટલું જ નહીં કોવિદ -19 ને કારણે આ પ્રમાણ વધવાની શક્યતા છે.આ બાબત અમેરિકન ડ્રીમ વિષે આંખો ઉઘાડનારી છે.
જ્હોન હોપકિન્સન સ્થિત સ્કૂલ ઓફ એડવાન્સ્ડ ઇન્ટર નેશનલ સ્ટડીઝ તથા જશ્ન બાજવાત દ્વારા કરાયેલા સર્વેની વિગત તાજેતરમાં ગઈકાલ ગુરુવારે મળેલા ઇન્ડિયાસ્પોરા સંમેલન 2020 માં જાહેર કરાઈ હતી.
સર્વેમાં વિશેષ જાણવા મળ્યા મુજબ પંજાબી તથા બંગાળી મૂળના ભારતીયોમાં આ પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. તેમજ 20 ટકા જેટલા લોકો પાસે અમેરિકાનું નાગરિકત્વ પણ નથી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:10 pm IST)