Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

" ભારતનો નવો કૃષિ ધારો " : ખેડૂતોને નવા કૃષિ બિલથી થનારા લાભો વિષે સાચી સમજણ આપતો વેબિનાર 4 ઓક્ટોબર રવિવારે : OFBJP યુ.એસ.એ. આયોજિત વેબિનારમાં ભારતના એગ્રી.વેલ્ફેર મિનિસ્ટર શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા મુખ્ય વક્તા તરીકે ઉદબોધન કરશે : બીજેપી ફોરેન ડિપાર્ટમેન્ટ ઇન્ચાર્જ ડો.વિજય ચોથાઈવલેજી ગેસ્ટ સ્પીકર તરીકે હાજર રહેશે

દિપ્તીબેન જાની દ્વારા , ન્યુજર્સી : તાજેતરમાં ભારતમાં અમલી બનાવાયેલા નવા કૃષિ બિલથી  ખેડૂતોને થનારા લાભો વિષે સાચી સમજણ આપતો  વેબિનાર 4 ઓક્ટો.2020 રવિવારે યોજાશે.OFBJP યુ.એસ.એ. આયોજિત આ વેબિનારમાં ભારતના એગ્રી.વેલ્ફેર મિનિસ્ટર શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા મુખ્ય વક્તા તરીકે ઉદબોધન કરશે તથા  બીજેપી ફોરેન ડિપાર્ટમેન્ટ ઇન્ચાર્જ  ડો.વિજય ચોથાઈવલેજી
ગેસ્ટ સ્પીકર તરીકે હાજર રહેશે .જેમાં જોડાવા સહુને આમંત્રિત કરાયા છે.
વેબિનારનો સમય સવારે 11 કલાકે EDT  (  10 AM CDT ; 9 AM MDT ; 8 AM PDT )  ભારતમાં રાત્રે 8-30 વાગ્યાનો રહેશે.
વિશેષ માહિતી media@ofbjp.org દ્વારા અથવા ડો.વાસુદેવ પટેલ ના કોન્ટેક નં ( 404) 401-4404 દ્વારા અથવા  ડો. અડાપા પ્રસાદ મારફત મળી શકશે.જેઓ બંને OFBJP   યુ.એસ.એ.વતી ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ માં FARA  રજીસ્ટ્રન્ટ તરીકે નોંધાયેલા  છે.

(12:05 pm IST)