Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

બપોરે ૧૨-૫૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

દિલ્હીમાં ત્રણ આતંકીઓ ઘૂસ્યા હોવાના અહેવાલો, મોટા હુમલાની તૈયારી, ચારેકોર સર્ચ ઓપરેશન અને તલાસી ચાલુ : સૌરાષ્ટ્રના ચોટીલાના જીવાપરમાં બે વર્ષ જૂના મનદુઃખનો ખાર રાખી મહિલા સરપંચ રેખાબેનના પતિ ભરતભાઈ કોળીની ભડાકે દઈ ક્રૂર હત્યા : જીએમડીસી ગ્રાઉન્ડમાં નરેન્દ્રભાઈએ માતાજીની આરાધના કરી, આરતી ઉતારી, સાબરમતી આશ્રમ સંકલ્પ સિધ્ધિ તરફનું તીર્થ છે, નરેન્દ્રભાઈએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી વિઝિટર બુકમાં નોંધ લખી : પરમાણુ યુદ્ધ થાય તો પાંચ કરોડ લોકોના મોત થશે : બેન્ક કામદારોની દિવાળી સુધરવાના એંધાણ, પંદર ટકા પગાર વધારા સાથે સમાધાનની શક્યતા : બે વર્ષમાં દેશ ઉપરનું ૨૧ હજાર કરોડનું વિદેશી દેવું વધી ગયું : જમ્મુ-કાશ્મીર પોલીસને આતંકવાદીઓ સામે લડવા 50 ડ્રોન મળશે : તેલ શેમ્પુના નાના પેક ઉપર પ્રતિબંધ લાગવાની શક્યતા : કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ફરી તમાચો, સાઉદી અરબે ભારતને સમર્થન આપ્યું : ગુટકા પાન મસાલા પર પ્રતિબંધ લગાવનાર દેશનું ત્રીજું રાજ્ય રાજસ્થાન બન્યું

(12:53 pm IST)