Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

સેક્રેટરી પદ ગયા બાદ પ્રિયા દત્તની સીટ પણ જશે?

અભિનેત્રી નગ્માને લોકસભાની ચૂંટણીમાં ઉત્તર મધ્ય મુંબઇ માંથી ઊભી રાખવાની અટકળો

મુંબઇ તા.૩: કોંગ્રેસ પાર્ટીના દિગ્ગ્જ નેતા રહી ચુકેલા દિવંગત સુનિલ દત્તની દીકરી પ્રિયા દત્તને પાર્ટીના સેક્રેટરીપદેથી હટાવી દેવાઇ એના બીજા જ દિવસે તેમની લોકસભાની બેઠક પણ ગઇ હોવાના અહેવાલ મળી રહયા છે. પ્રિયા દત્તની ચાર વર્ષની નિષ્ક્રિયતાને પગલે ૨૦૧૯ની લોકસભા ચુંટણી માટે મુંબઇની ઉત્તર મધ્ય મતદાર સંઘની બેઠક માટે એકટ્રેસ નગ્માને મેદાનમાં ઉતારવામાં આવશે એવી ચર્ચા છે. નગ્મા પાર્ટી માટે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાં કેટલાય રોડ-શો કરી ચુકી છે.

સાંતાક્રુઝમાં રવિવારે યોજાયેલી પાર્ટીની મિટીંગમાં નગ્માની હાજરી બાદ આ અટકળોએ જોર પકડયું છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ ગઇકાલે કહ્યું હતું કે 'પ્રિયા દત્ત આ સીટ માટે ખરી દાવેદાર છે. તેને હટાવવાનો અર્થ એ થાય કે આ વખતે તે ટોપ ચોઇસ નથી. પ્રિયા દત્તે ૨૦૦૪ અને ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં આ સીટ જીતી હતી. જો કે આવા અહેવાલો ફરતા થયા કે તરત જ પ્રિયા દત્તના ટેકેદારોમાં નારાજગી ફેલાઇ હતી. તેમણે એવી માગણી કરી છે કે પ્રિયા દત્તને જ અહીંથી ઉમેદવારી આપવી જોઇએ.(૧.૫)

(11:34 am IST)